GSTV
Home » News » પાકિસ્તાનમાં આજે પણ એલર્ટ : શકરગઢમાં 300 ટેન્કની તૈનાતી, ભારત પર નથી ભરોસો

પાકિસ્તાનમાં આજે પણ એલર્ટ : શકરગઢમાં 300 ટેન્કની તૈનાતી, ભારત પર નથી ભરોસો

થોડા દિવસો પહેલા જ પાકિસ્તાને સરહદ પર તણાવ ઘટાડવાનો ભારત સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ હવે પાકિસ્તાનની બે મોઢાની વાતો સામે આવી છે. એક તરફ પાકિસ્તાન તણાવ ઘટાડવાની વાત કરે છે તો બીજી તરફ તેણે સરહદ પર ટેંકનો કાફલો તૈનાત કરી રાખ્યો છે. ભારતીય વાયુસેના દ્વારા આશરે બે મહિના પહેલા પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પને નિશાન બનાવાયા હતા. પરંતુ પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી એટલું ડરેલું છે કે આજે પણ પાકિસ્તાનમાં એલર્ટ અપાયેલું છે.

તણાવ ઓછો કરવાના બદલે પાકિસ્તાને રણનૈતિક રીતે મહત્વપૂર્ણ શકરગઢમાં 300 ટેન્કની તૈનાતી કરી છે. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને પોતાની મોટાભાગની સેનાને સરહદ પર તૈનાત કરી હતી. જો કે હવે પાકિસ્તાને સેનાની તૈનાતીમાં ઘટાડો કર્યો છે. તેમ છતાં તેની ત્રણ બ્રિગેડ, 124 બખ્તરબંધ બ્રિગેડ, 125 બખ્તરબંધ બ્રિગેડ અને 8 અને 15 ડિવિઝન હજુ પણ સરહદ પર છે.

એક અંગ્રેજી રિપોર્ટ મુજબ પાકિસ્તાનની 30 કોર હોલ્ડિંગ સ્ટ્રકચરનો સાથે એક સ્વતંત્ર બખ્તરબંધ બ્રિગેડ આપી રહી છે.. સરકારી સૂત્રો મુજબ ઇન્ફ્રેન્ટી યુનિટ્સ એગ્રેસીવ એકમનો સાથ આપી રહી છે. આ સૈન્ય નિર્માણ કથિત રીતે પુલવામા હુમલા બાદ શરૂ થયું છે.

સરકારી સૂત્રો મુજબ પાકિસ્તાની સેનાનું કહેવું છે કે તેણે એગ્રેસીવ એકમ-1 અને બે કોર્પ્સને પરત બોલાવ્યા નથી. જો કે શકરગઢમાં તૈનાત ટેંક ચિંતાનો વિષય છે. ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાનની વાયુસેના વચ્ચે એક હવાઇ યુદ્ધ ખેલાઇ ચુક્યું છે. ત્યારે પુલવામા હુમલા બાદ હજુ પણ ભારત અને પાકિસ્તાનની સરહદે તણાવ યથાવત છે.

READ ALSO

Related posts

BJPનાં આ નેતા બોલ્યા કે નવેમ્બરમાં આવશે અયોધ્યા કેસ પર ફેસલો, શરૂ થશે મંદિરનું કાર્ય

GSTV Desk

‘બદલૂરામ કા બદન’ ગીત પર નાચતા દેખાઈ અમેરિકન અને ભારતિય સેના

Kaushik Bavishi

કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારેના ઉત્તર ભારતીયો વાળા વિવાદિત નિવેદન અંગે પ્રિયંકા ગાંધીએ આપી પ્રતિક્રિયા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!