GSTV
Home » News » પાકિસ્તાને ISIના નવા વડા તરીકે જનરલ ફૈઝ હમીદની કરી નિયુક્તિ

પાકિસ્તાને ISIના નવા વડા તરીકે જનરલ ફૈઝ હમીદની કરી નિયુક્તિ

આતંકવાદને પોષણ આપતા પાકિસ્તાને પોતાની ગુપ્તચર એજન્સીમાં મોટો ફેરફાર કર્યો છે. પાકિસ્તાન સરકારે લેફ્ટીનેટ જનરલ ફૈઝ હમીદને આઈએસઆઈના વડા તરીકે નિયુક્ત કર્યા. પાકિસ્તાનના એક ખાનગી સમાચાર એજન્સીની જણાવ્યા પ્રમાણે હમીદ આઈએસઆઈમાં કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગના વડા રહી ચુક્યા છે.

પાકિસ્તાન સરકારે નવી નિયુક્તિ અંગે રવિવારે ઘોષણા કરી. હમીદને લેફ્ટિન્ટ જનરલ અસીમ મુનીરની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મુનીરને કોર કમાન્ડર ગુજરાંવાલા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમને ગત ઓક્ટોબર માસમાં આઈએસઆઈના વડા બનાવવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, આઈએસઆઈ અને પાકિસ્તાન આર્મી ભારતમાં આતંકવાદ ફેલાવવા સતત ઘુસણખોરી કરાવે છે. જેથી ભારત પણ આ ઘુસણખોરીને અટકાવવા માટે તમામ પ્રયાસ કરે છે.

Read Also

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

ICC: આગમી વર્ષથી કન્યાઓ માટે શરૂ થઈ શકશે અંડર-19 વર્લ્ડ કપ

Path Shah

પાણી ચોરતા પહેલા ચેતજો! કેનાલોમાં પાણી ચોરી અટકાવવા વિધાનસભામાં ખરડો પસાર, સજા અને દંડમાં ધરખમ વધારો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!