GSTV
Gujarat Government Advertisement

હાનીયા આમીર / ચાલી રહ્યું હતું ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન, એક વ્યક્તિએએ કરી એવી ખરાબ હરકત કે રડી પડી હોસ્ટ

Last Updated on June 8, 2021 by Vishvesh Dave

વિશ્વમાં તમામ પ્રકારના માનસિક દર્દીઓ છે. પરંતુ જાતીય રીતે હતાશ માનસિકતા ધરાવતા લોકો વિશ્વમાં સૌથી ખતરનાક છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે એક પાકિસ્તાની અભિનેત્રી હાનીયા આમિર એક ઇંસ્ટાગ્રામ લાઇવ સેશન કરી રહી હતી અને તે દરમિયાન એક જાતીય હતાશ ચાહકે હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું હતું.

હાનીયાને આની ખબર પડતાં જ તેણે તરત જ ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનનો અંત કર્યો. બાદમાં તેણીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લખી અને આવા માનસિક દર્દીઓને ઠપકો આપતા પૂછ્યું કે શું વિશ્વનો કોઈ પણ ભાગ મહિલાઓ માટે સલામત છે?

હાનીયાએ પોસ્ટમાં લખ્યું કે, ‘મહિલાઓને નફરત કરવાવાળી આ દુનિયામાં નિર્દોષતા પર બેવડા ધોરણ વર્ચસ્વ રાખે છે. અહીં બીજાના અભિપ્રાયનો આદર કરવામાં આવતો નથી. જ્યાં સ્ત્રીનો તિરસ્કાર કરનાર પુરુષની પ્રશંસા કરવામાં આવે છે, પરંતુ જો સ્ત્રી તેવું જ કરે છે, તો તેણીને નફરત કરવામાં આવે છે. જ્યાં કોઈ મહિલા પોતાના પ્રિયજનો સાથે પ્રેમ કરતી હોય છે અને તેમની સાથે વાત કરે છે તે ખોટું છે, પરંતુ મહિલાની તસવીર સામે હસ્તમૈથુન કરનાર પુરુષનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરી દેવાય છે.

આ વીડિયોમાં, હાનીયા તેની બહેન સાથે ખૂબ જ દુ:ખી હાલતમાં વાત કરતી વખતે સતત આંસુ લૂછતી જોવા મળી રહી છે. હાનીયા આમિર દરરોજ સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરે છે અને તે સમાચારોમાં રહે છે.

આ મામલો ગત શુક્રવારનો છે. જ્યારે હનીઆ આમિરનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઇવ હતી અને ચાહકો સાથે વાત કરી રહી હતી. દરમિયાન, તે જ લાઇવ સેશન દરમિયાન, એક પ્રશંસકે તેની તસવીર સામે હસ્તમૈથુન કર્યું. તે બધું એટલું અવિશ્વસનીય હતું કે હનીયાના ચહેરાના હાવભાવ અચાનક બદલાઈ ગયા અને તેણે લાઇવ સેશન બંધ કરી દીધું.

આ સમગ્ર બાબત પર, ઘણા યુઝર્સ સોશ્યલ મીડિયાની માનસિક અસરો વિશે વાત કરતા પણ જોવા મળ્યા હતા. ઘણા યુઝર્સએ કહ્યું કે તમારી મજાક અને ટ્રોલિંગ કોઈનો જીવ પણ લઈ શકે છે, તેથી ઇન્ટરનેટ પર જવાબદારી બતાવો. મલાઇકા નામની યુઝરે હાનીયાના ઉત્પીડનની નિંદા કરી હતી અને તેની મજાક ઉડાવનારા અને માનસિક ત્રાસ આપનારા લોકોની આકરી ટીકા કરી હતી. તેણે લખ્યું, ‘આખરે હાનીયાની શું ભૂલ હતી? આ સમાજમાં છોકરી હોવું એ એક ગાળ છે. હાનીયા જે માનસિક પીડા અનુભવી રહી છે, હું કલ્પના પણ કરી શકતી નથી. એક છોકરી તરીકે તેની સાથે જે બન્યું તે સૌથી ખરાબ ઉદાહરણ છે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

અજય દેવગણની સુપરહિરો ફિલ્મમાં માનુષી છિલ્લરની એન્ટ્રી, આ એક્ટર સાથે કરશે રોમાન્સ

Bansari

ડિવોર્સ બાદ ફરી પ્રેમમાં પડી રણબીર કપૂરની આ હૉટ હિરોઇન, રિલેશનશિપને લઇને કર્યો મોટો ખુલાસો

Bansari

બિટકોઇન પર અલ સલ્વાડોરને મોટો ઝટકો,વર્લ્ડ બેન્કે અલ આ વિનંતી ઠુકરાવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!