GSTV

વ્યાપારિક સંબંધો તોડવાનો નિર્ણય પાક. પર જ ભારે પડ્યો, જીવનરક્ષક દવાઓની તીવ્ર અછત સર્જાઈ અને…..

Last Updated on October 16, 2019 by

કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370 નાબૂદ થયા પછી પાકિસ્તાને ભારત સાથેના વ્યાપારિક સંબંધો તોડવાનો તો નિર્ણય લઈ લીધો, જોકે હવે તે નિર્ણય પાકિસ્તાન પર જ ભારે પડી રહ્યો છે. ભારત અને ચીન તરફથી સસ્તી દવાઓનો પુરવઠો બંધ કર્યા બાદ પાકિસ્તાનમાં જીવનરક્ષક એન્ટિ રેબીઝ દવાઓની મોટી અછત સર્જાઈ છે. પાકિસ્તાન માટે આ સંકટ ખૂબ મોટું છે, કારણ કે આ દિવસોમાં સિંધ પ્રાંતમાં કૂતરા કરડવાના કેસો ઝડપથી વધી રહ્યા છે. યુરોપથી આ દવાઓ ખરીદવાનો ખર્ચ 70 ટકા જેટલો છે.

ભારતીય રસીની કિંમત 1,000, યુરોપની 70,000

‘રેબીઝ ફ્રી કરાચી’ કાર્યક્રમના ડિરેક્ટર નસીમ સલાહુદ્દીને જણાવ્યું હતું કે, ભારત સિવાયના અન્ય દેશોમાંથી રસી મંગાવવાનો ખર્ચ ઘણો વધુ છે. ભારત તરફથી મળતી રસીની કિંમત 1 હજાર રૂપિયા છે, જ્યારે યુરોપમાંથી આવતી રસીની કિંમત 70 હજાર રૂપિયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ જીવનરક્ષક દવા હવે ફક્ત સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. સિંધ પ્રાંત અને પાટનગર કરાંચીની સરકારી હોસ્પિટલોમાં પણ આ દવાઓની અછત સર્જાઈ છે. પાકિસ્તાનમાં કૂતરાઓનો આતંક તાજેતરના મહિનાઓમાં કરાંચીની ગલીઓમાં રખડતા કૂતરાઓનો આતંક વધી ગયો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં સેંકડો ઘટનાઓ જોવા મળી છે. સોમવારે રાત્રે પણ કૂતરાંઓ 12 લોકોને કરડ્યા હતા., ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભારતમાંથી આયાત બંધ, ચીને પણ નિકાસ અટકાવી છેલ્લા કેટલાક મહિનામાં ભારતથી આવતી રસીની આયાત બંધ થઈ ગઈ છે, જ્યારે ચીનથી થતી આયાત પણ સ્થગિત કરી દેવામાં આવી છે. પાકિસ્તાન ભારતમાંથી મોટી માત્રામાં દવાઓની આયાત કરે છે. જીવનરક્ષક દવાઓથી લઈને સાપ-કૂતરાના ઝેરથી બચાવ માટેની દવાઓ માટે પાકિસ્તાન મોટાભાગે ભારત પર નિર્ભર રહે છે, કારણ કે પાકિસ્તાનમાં તેનું ઉત્પાદન થતું નથી. જુલાઇના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાને 16 મહિના દરમિયાન ભારત પાસેથી 250 કરોડ રૂપિયાની હડકવા વિરોધી અને એન્ટી-વેનમ વેક્સિનની ખરીદી કરી હતી.

ભારતમાંથી અનેક ચીજોની આયાત કરે છે

પાકિસ્તાન પાકિસ્તાન ભારતમાંથી તાજા ફળો, સિમેન્ટ, ખનીજ અને અયસ્ક, તૈયાર ચામડા, પ્રોસેસ્ડ ફૂડ, અકાર્બનિક રસાયણો, કાચો કપાસ, મસાલા, ઉન, રબરના ઉત્પાદનો, આલ્કોહોલ પીણા, તબીબી સાધનો, દરિયાઈ ચીજો, પ્લાસ્ટિક, રંગો અને રમતગમતની ચીજોની નિકાસ કરતું હતું, જ્યારે ભારતમાંથી નિકાસ થતી ચીજોમાં કાર્બનિક રસાયણો, કપાસ, પ્લાસ્ટિકના ઉત્પાદનો, અનાજ, ખાંડ, કોફી, ચા, આયર્ન અને સ્ટીલનો માલ, દવા અને તાંબાનો સમાવેશ થાય છે.

દર્દીઓને તુર્કી મોકલવા વિચારણા

કાશ્મીર મુદ્દે તનાવ વધ્યા પછી ભારતીય વિઝા ન મળવાથી તે પાકિસ્તાની દર્દીઓ જેઓ સસ્તી અને સારી સારવાર માટે ભારત આવવા ઇચ્છે છે તેમના માટે કટોકટીની સમસ્યા સર્જાઈ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન હવે તુર્કી પાસે આશાઓ રાખી રહી છે. પાકિસ્તાનમાં ગુણવત્તાયુક્ત તબીબી સુવિધાઓનો અભાવ હોવાથી ગંભીર રોગોથી પીડાતા દર્દીઓ સારી તબીબી સારવાર માટે ભારત આવે છે. દેશોના તણાવને કારણે વિઝા મેળવવામાં થતી મુશ્કેલીઓએ પાકિસ્તાની દર્દીઓની સમસ્યા વધારી દીધી છે. સાથે જ આ મુશ્કેલીઓ નિવારવા પાકિસ્તાને હવે તુર્કી સાથે વાત કરી છે અને માનવામાં આવે છે કે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ્ટ તૈયપ એર્દોગનની પાકિસ્તાન મુલાકાત પર આ બાબતે સમજૂતીની જાહેરાત કરવામાં આવશે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, આ કરારથી જે પાકિસ્તાની દર્દીઓ સારવાર માટે ભારત જતા હતા તે લોકો માટે એક નવો માર્ગ ખોલી દેશે.

Read Also

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!