GSTV

પાકિસ્તામાં નેશનલ એસેમ્બલીની ચૂંટણીઓ માટે ચૂંટણી પંચે 25, 26 અને 27 જુલાઈની ભલામણ કરી

Last Updated on July 31, 2019 by Alap Ramani

પાકિસ્તાનના ચૂંટણી પંચે નેશનલ એસેમ્બલીની ચૂંટણીઓ માટે 25, 26 અને 27 જુલાઈની તારીખોની ભલામણ કરી છે. આ તારીખોની ભલામણ પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ મમનૂન હુસૈનને કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં ચૂંટણી માટે જૂનના પ્રથમ સપ્તાહમાં પાડોશી દેશનું ચૂંટણી પંચ આની સમયસારણી રજૂ કરે તેવી પણ સંભાવના છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના કાર્યકાળના સમાપ્ત થયા બાદ પાકિસ્તાનનું ચૂંટણી પંચ ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ હાથ ધરશે.

જો તમામ પ્રક્રિયાઓ કોઈ મોટા ઉતાર-ચઢાવ વગર થશે.. તો પાકિસ્તાનમાં માત્ર બીજી વખત એક નાગરિક સરકાર બીજી નાગરિક સરકારને ચૂંટણીના અંતે સત્તાનું હસ્તાંતરણ કરશે. પહેલા પાકિસ્તાનમાં ચૂંટણી પંચે 25 અથવા 26 જુલાઈએ નેશનલ એસેમ્બલીની ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી.

જો કે પાકિસ્તાનમાં સેનાની મરજીની જ નાગરિક સરકાર સત્તા પર આવી શકે છે અને સત્તા પર આવ્યા બાદ પણ પાકિસ્તાનના વડાપ્રધાનને સત્તામાં રહેવા માટે સેનાની કાંખઘોડીની મદદ લેવી ફરજિયાત છે. એટલે કે મોટાભાગે સૈન્ય શાસન તળે રહેલા પાકિસ્તાનમાં નાગરિક સરકારોનું નિયંત્રણ સેના અને આઈએસઆઈના જ હાથમાં રહેતું હોય છે.

Related posts

પ્રચાર ભૂખ/ બેકારી – મોંઘવારી વચ્ચે ગુજરાતમાં ભાજપનો અન્નોત્સવ, કરોડોનું આંધણ કરશે સરકાર

Bansari

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

Bansari

મોટી કાર્યવાહી/ જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થાનો પર વિસ્ફોટનું મોટુ ષડયંત્ર, NIAના 14 સ્થળો પર દરોડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!