GSTV

શાહિદ ખકાન અબ્બાસી બાદ પાકિસ્તાનના વધુ એક પૂર્વ પીએમ કોરોના પોઝીટીવ, પુત્રએ લગાવ્યો NAB પર આરોપ

Last Updated on June 13, 2020 by Karan

કોરોના વાયરસ સતત વિશ્વમાં તેની જાળ ફેલાવી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં 77 લાખ 31 હજાર 673 પર પહોંચી ગઈ છે. જ્યારે આ રોગચાળાથી 4 લાખ 28 હજાર 210 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ દરમિયાન પાકિસ્તાનથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તે મુજબ જ્યાં શાહિદ ખકાન અબ્બાસી પછી બીજા પૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. તેમના પુત્રએ શનિવારે બપોરે આ માહિતી આપી હતી.

9 જૂને શાહિત ખકાન અબ્બાસીનો રિપોર્ટ આવ્યો હતો પોઝીટીવ

9 જૂને પૂર્વ વડા પ્રધાન શાહિદ ખકાન અબ્બાસી કોરોના પોઝીટીવ આવ્યા હતા. આજે 13 જૂને શનિવારે યુસુફ રઝા ગિલાનીનો પરીક્ષણ રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. અર્થાત છેલ્લા 4 દિવસમાં જ પાકિસ્તાનના બે પૂર્વ વડાપ્રધાનો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેઓમાં કોરોના પોઝીટીવ આવ્યો છે. યુસુફ રઝા ગિલાનીના પુત્રએ આરોપ લગાવ્યો છે કે તેના પિતા નેશનલ અકાઉન્ટેબલી બ્યુરો એટલે કે (એનએબી) ના કારણે સંક્રમિત થયા છે. નોંધપાત્ર વાત એ છે કે એનએબી બંને પૂર્વ વડાપ્રધાન ગિલાની અને અબ્બાસી બંને સામે ભ્રષ્ટાચારના આરોપની તપાસ કરી રહી છે.

વિપક્ષી પાર્ટીના વડા પણ કોરોના સંક્રમિત

આ અગાઉ પાકિસ્તાનમાં વિપક્ષી પાર્ટી મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) પક્ષના વડા શાહબાઝ શરીફ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમણે દાવો કર્યો હતો કે શાહબાઝ મની લોન્ડરિંગ કેસમાં નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યુરો (એનએબી) સમક્ષ 9 જૂને હાજર થયા હતા અને ત્યાંથી તેઓને કોરોના સંક્રમણ લાગ્યું છે. પીએમએલ-એનના નેતા અતાઉલ્લાહ તરારે કહ્યું, એનએબીને ઘણી વાર લેખિતમાં જાણ કરવામાં આવી હતી કે શાહબાઝ શરીફ કેન્સરથી પીડિત છે અને અન્ય લોકોની અપેક્ષાએ તેમના શરીરની પ્રતિરક્ષા શક્તિ નબળી છે. તેમણે કહ્યું કે પીએમએલ-એનના વડા વાયરસના ભયના કારણે પહેલેથી જ અલગ થઈ ગયા હતા, પરંતુ એનએબીને કારણે તેમને ઘરની બહાર જવું પડ્યું. તેમણે કહ્યું, જો શાહબાઝ શરીફને કંઇપણ થશે તો તેના માટે ઇમરાન નિયાઝી (પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન) અને એનએબી જવાબદાર રહેશે.

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!