GSTV
Home » News » ‘દેશમાં આતંકવાદી સંગઠનો હોવાની ના તો પુષ્ટિ કરુ છું અને ના આ વાતથી ઈનકાર કરુ છું’

‘દેશમાં આતંકવાદી સંગઠનો હોવાની ના તો પુષ્ટિ કરુ છું અને ના આ વાતથી ઈનકાર કરુ છું’

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધુ તણાવ પ્રસર્યો છે. પાકિસ્તાન પર ત્રાસવાદને રક્ષણ આપવાનો આરોપ મૂકીને ભારતે પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર અલગ પાડવાના પ્રયત્નો ઝડપી કરી દીધા છે. આ દરમ્યાન પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મહમૂદ અલી દુર્રાનીએ કહ્યું છે કે તેઓ પાકિસ્તાનમાં આતંકી સંગઠનો હોવાની ના તો પુષ્ટિ કરે છે અને ના આ વાતથી ઈનકાર કરે છે.

વર્ષ 2008માં મુંબઈ હુમલા દરમ્યાન પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) રહેલા દુર્રાનીએ એક અગ્રણી વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું કે પાકિસ્તાનની સરકારે પોતાની ધરતી પરથી આતંકી સંગઠનોને ખદેડવાના સંપૂર્ણપણે પ્રયાસો કર્યા છે.

દુર્રાનીએ કહ્યું, ‘હું પાકિસ્તાનમાં આતંકી સંગઠનો હોવાની ના તો પુષ્ટિ કરુ છું અને ના આ વાતથી ઈનકાર કરું છું. જોકે, હું સ્પષ્ટપણે કહી શકુ છુ કે પાકિસ્તાની સેના, સરકાર અને અન્ય કાયદાકીય એજન્સીઓ વર્ષોથી આતંકી સંગઠનોની કમર તોડવાના ભરપૂર પ્રયત્ન કરી રહી છે અને તેમાં મહદઅંશે સફળતા પણ મળી છે.’

વર્ષ 2017માં દુર્રાનીએ કથિતપણે કહ્યું હતું કે પાકિસ્તાનમાંથી સંચાલિત થતા આતંકી સંગઠનોએ મુંબઈ હુમલાને અંજામ આપ્યો હતો. જોકે, તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની તેમાં કોઈ ભૂમિકા નથી.

ભારતે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2016માં થયેલા ભયાનક પઠાણકોટ હુમલાના પુરાવા આપ્યા પછી પણ પાકિસ્તાને યોગ્ય પગલા ઉઠાવ્યા નથી. જેના અનુસંધાનમાં ભારતની સખત શબ્દોમાં નિંદા કરતા દુર્રાનીએ કહ્યું, “હું કહુ છૂ કે જો બંને દેશો વચ્ચે આટલો વિશ્વાસ ના હોય તો તેની તપાસ ત્રીજા પાસે કરાવવી જોઈએ. ત્રીજા દેશને કહેવુ જોઈએ કે અમારી વચ્ચે બેસો, તપાસ કરો અને નિષ્કર્ષ સુધી પહોંચો કે આખરે આતંકવાદના કોઈ તાર જોડાયેલા છે કે નહીં. મને વિશ્વાસ છે કે એક દિવસ આવશ્ય આવશે. જોકે, હું આશા રાખુ છુ કે તેની પહેલા યુદ્ધ ના થઈ જાય.”

દુર્રાનીએ વધુમાં કહ્યું, “હું યુદ્ધની વાત નહીં કરું, પરંતુ ભારતીય મીડિયાએ આ બાબતે ખૂબ હોબાળો કર્યો છે અને ભારતના નેતાઓએ આ વાતને વધુ પ્રોત્સાહન આપ્યું છે.” તેમણે કહ્યું કે આ બાબતે પાકિસ્તાને ખૂબ વિચારીને જવાબ આપ્યો.

READ ALSO

Related posts

“સચિન તેન્ડુલકરના બધા રેકોર્ડ તોડી દેશે વિરાટ કોહલી, પણ આ એક ક્યારેય અહીં તોડી શકે”

NIsha Patel

કોહિનૂર ઈમારત કેસ મામલે કલમ 144 લાગુ, રાજ ઠાકરે પહોંચ્યા ED ઓફિસ

Mayur

હાર્દિક પંડ્યા સાથે પ્રેગ્નેન્ટ લીઝાએ લેક્મે ફેશન વીકમાં આ રીતે લગાવી આગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!