GSTV
Home » News » પાકિસ્તાનને ચડ્યું છે ટેન્શન, વિદેશ મંત્રાલયનો ખુલાસો: ભારત કરી શકે છે મોટી કાર્યવાહી

પાકિસ્તાનને ચડ્યું છે ટેન્શન, વિદેશ મંત્રાલયનો ખુલાસો: ભારત કરી શકે છે મોટી કાર્યવાહી

પાકિસ્તાનને બીક છે કે, ભારત તેની વિરૂદ્ધ કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે. આ વાત પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવક્તાએ જાતે જ જણાવી છે. પાક વિદેશ મંત્રાલયની પ્રવક્તા આયેશા ફારૂકીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે, ઈમરાન ખાન સરકારને આવી બીક છે. જોકે તેનું કોઇ કારણ તેમણે નથી જણાવ્યું.

ફારૂકીએ કહ્યું કે જો ભારત સરકારે આ પાકિસ્તાન પણ સાએ યોગ્ય જવાબ આપશે. તેમણે કહ્યું, તુર્કી કશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરે છે, એ વાત ભારતને પચતી નથી. ઉલ્લેખનિય છે કે, તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાન અત્યારે પાકિસ્તાનના પ્રવાસે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફારૂકીએ ભારત તરફથી વધુ એક ડરનો પણ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતને 1.8 અરબ ડૉલરમાં એર ડિફેન્સ સિસ્ટમ વેચવાની મંજૂરી આપી છે એ યોગ્ય નથી.

ઉલ્લેખનિય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રંપ 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવવાના છે. પીએમ મોસી સાથે તેમના સંબંધોથી પાકિસ્તાનના પેટમાં દુ:ખે છે. ટ્રંપ સરકારે પણ આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર ગાળિયો કસ્યો છે.

Read also:

Related posts

અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન સ્વીકારશે સુન્ની વકફ બોર્ડ, સાથે હોસ્પિટલ અને લાઈબ્રેરી પણ બનાવશે

Arohi

પીએમ કિસાન યોજના: હવે વધુ ખેડૂતો સુધી પહોંચશે 6 હજાર રૂપિયા વાળી સ્કીમનો લાભ, સરકારે લૉન્ચ કરી નવી એપ

Bansari

તણાવને દૂર કરવો હોય તો અપનાવો આ ટીપ્સ, હ્રદય અને મન રહેશે ખુશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!