GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

પાકિસ્તાનના વિદેશમંત્રી થયા કોરોનાગ્રસ્ત, પોતાના જ ઘરમાં રહીને લઈ રહ્યા છે સારવાર

કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં હાલ ડરનો માહોલ છે. દિવસેને દિવસે આ વાયરસના કેસો વધતા જાય છે. ભાગ્યે જ કોઈ એવો દેશ હશે, જ્યાં આ ખતરનાક વાયરસની પહોંચ નહીં હોય. આ વાયરસના કારણે પાડોશી દેશ પાકિસ્તાનની હાલત પણ ખરાબ થઈ રહી છે. ત્યાં પણ સંક્રમણથી દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે હવે ખબર આવી રહી છે કે, પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી કોરોના પોઝિટીવ આવ્યા છે. જેની જાણકારી ખુદ પોતાના ટ્વીટર હૈંડલ પર આપી છે.

ટ્વીટર પર આપી જાણકારી

શાહ મહમૂદ કુરૈશીએ લખ્યુ છે કે, બપોરના મને હલ્કો તાવ આવ્યો અને મેં ઘરે તુરંત જ પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી દીધો. હું કોરોનાથી પોઝિટીવ આવ્યો છું. અલ્લાહની કૃપાની હું મજબૂત અને ઉર્જાવાન જણાઈ રહ્યો છું. હું ઘરમાં જ મારી ડ્યૂટી ચાલુ રાખીશ. કૃપા કરીને મારા માટે પ્રાર્થના કરો.

2 લાખથી વધુ કેસ

જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આવી રહી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 2.20 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, તથા 4500થી વધુ લોકોના જીવ ગયા છે.

READ ALSO

Related posts

પૂર્વ CAGએ કર્યો ખુલાસો, પાકિસ્તાન સાથેના તણાવને લઈ વેબસાઈટ પર ઓડિટ અપલોડ કર્યા નહોતા

Pravin Makwana

IPL 2020: બ્રેટ લીએ કહ્યુ, આ ટીમ બની શકે છે આ વર્ષની IPL ચેમ્પિયન

Mansi Patel

લોકડાઉનમાં દાન આવતું બંધ થતા ગૌશાળાની હાલત કફોડી, સરકારે આંખ આડા કાન કરતા ગૌસેવકોએ આપી આંદોલનની ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!