GSTV
Home » News » ઝંડાના નામે જાસુસી : પાકિસ્તાનના નવા ચોંકાવનારા કાવતરાનો ખૂલાસો

ઝંડાના નામે જાસુસી : પાકિસ્તાનના નવા ચોંકાવનારા કાવતરાનો ખૂલાસો

જમ્મુ-કાશ્મીરની સરહદ અને અંકુશ રેખા પર પાકિસ્તાનની નાપાક હરકતોથી આખું ભારત વાકેફ છે. પરંતુ રોજરોજ નવી સાજિશો રચતા પાકિસ્તાનની વધુ એક નાપાક સાજિશનો ખુલાસો થયો છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ તરફથી ચાલવામાં આવેલી નવી ચાલનો ખુલાસો થયો છે. પંજાબના ફિરોજપુરની સામે પાકિસ્તાનમાં આવેલી સુલ્તાન શહીદ પોસ્ટ પર ઘણે ઊંચે પાકિસ્તાની ઝંડો પૉલ પર લગાવીને પાકિસ્તાન તેના દ્વારા જાસૂસી કરાવવાની ફિરાકમાં છે.

ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની નવા કારસાનો ખુલાસો થયો છે. પાકિસ્તાન ફિરોજપુરમાં સીમાની પેલેપાર આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર બસ્સો મીટરના અંતરે ગંડાસિંહ વાલા વિસ્તારમાં ચીની ઈજનેરોની મદદથી ખૂબ ઊંચો ફ્લેગ પૉલ બનાવી રહ્યું છે. આ પોલમાં પાકિસ્તાન દ્વારા ઉચ્ચસ્તરીય સર્વિલાન્સ કેમેરા અને સાધનો લગાવી રાખ્યા છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે આઈએસઆઈ આ સર્વિલાન્સ કેમેરા દ્વારા ભારતીય સુરક્ષાદળો પર નજર રાખવા અને જાસૂસી કરાવવા માટે આમ કરી રહ્યું છે. પાકિસ્તાનની શસ્ત્રવિરામ ભંગની હરકતોનો ભારતીય સેના દ્વારા અસરકારક વળતો જવાબ અપાઈ રહ્યો છે. જેને કારણે ચચરાટ અનુભવતું પાકિસ્તાન ભારતને નુકસાન પહોંચાડવા માટે નવા કારસાઓ રચતું રહે છે. આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા અને પેટ્રોલિંગ કરનારી સુરક્ષા એજન્સી બીએસએફે આની વિગતવાર જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રાલયને આપી છે.

2017માં પાકિસ્તાને પોતાના 70મા સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટે વાઘા બોર્ડર પર દક્ષિણ એશિયાનો સૌથી ઊંચો ઝંડો ફરકાવ્યો હતો. તેની લંબાઈ 120 ફૂટ અને પહોળાઈ 80 ફૂટ હતી. અહીં તાજેતરમાં પાકિસ્તાન દ્વારા 400 ફૂટ ઊંચો પોલ પણ બનાવવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવે છે કે આને સંપૂર્ણપણે પાકિસ્તાનમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાને વાઘા બોર્ડર પર ફરકાવેલા ઝંડાને દુનિયામાં આઠમો સૌથી મોટો ઝંડો ગણાવ્યો છે. પરંતુ હવે પાકિસ્તાન પંજાબના ફિરોજપુરમાં આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર બસ્સો મીટર દૂર આવા પ્રકારનો ઝંડો લગાવીને ભારતની જાસૂસી કરવાની નાપાક ગણતરીઓ માંડી રહ્યું છે.

Related posts

Mahashivratri 2020: મહાશિવરાત્રિના દિવસે જો ભોળાનાથને પ્રસન્ન કરવા છે, તો આટલા કામ અવશ્ય કરો

Pravin Makwana

કોંગ્રેસના કંગાળ પ્રદર્શનને લઈ અધ્યક્ષ પર અનેક સવાલ, એપ્રિલ સુધીમાં રાહુલ ગાંધીની વાપસી થવાની શક્યતા

Pravin Makwana

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!