GSTV

પાકિસ્તાનનું સતત સીઝફાયર ઉલ્લંઘન: લાઈન ઓફ કંટ્રોલ પાસે ભારે તોપમારો, પુલવામામાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો

જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં પાકિસ્તાની સેનાએ કરેલા ભારે ગોળીબાર અને મોર્ટારમારો કરતા ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાંથી ઇમ્પ્રૂવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ(આઇઇડી)ને મળી આવ્યું છે. અન્ય એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમ હેઠળ  કલમ 370 દૂર કરવાના નિર્ણયની પ્રથમ વર્ષગાંઠ પાંચ ઓગસ્ટને કાળો દિવસ મનાવવાની કેટલાક સંગઠનોએ કરેલી જાહેરાતને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે.

શહીદ

મેનકોટ સેક્ટરમાં પાક સેનાએ કર્યું મોર્ટાર ફાયરિંગ

સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ મેનકોટ સેક્ટરના દબરાજ બેલ્ટમાં અંકુશ રેખા પાસે ભારે મોર્ટારમારો કર્યો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર સવારે સાત વાગ્યે પાકિસ્તાની સેનાએ કોઇ પણ કારણ વગર પૂંચ જિલ્લાના કૃષનાગતી સેક્ટરમાં અંકુશ રેખા પાસે ગોળીબાર અને મોર્ટારમારો શરૂ કરી દીધો હતો.

સુરક્ષા દળોએ શોધી કાઢ્યા વિસ્ફોટક

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોને આઇડી મળી આવ્યું હતું.  ત્યારબાદ બોમ્બને નિષ્ક્રિય કરનારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તેણે કોઇ પણ પ્રકારના નુકસાન વગર આઇઇડીનો નાશ કર્યો હતો.

આતંકીઓના ગ્રેનેડ હુમલામાં 3 જવાન ઘાયલ

પોલીસના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કરતા ત્રણ પોલીસ જવાનો ઘાયલ થયા હતાં. પુલવામાના વાનપોરામાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પાંચ ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી હતી અને રાજ્યને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કર્યુ હતું.

MUST READ:

Related posts

Video: સુરતના ONGC પ્લાન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ, 6 કિમી સુધી દેખાઇ વિકરાળ આગ

Bansari

નોકરીયાત વર્ગને મોટી ભેટ / હવે ગ્રેચ્યુટી માટે 5 વર્ષ રાહ જોવાની નથી જરૂર, મોદી સરકારે કાયદામાં કર્યો આ સુધારો

Mansi Patel

PM Kisan: 5.95 લાખ એકાઉન્ટની થઈ તપાસ, વિશ્વાસ નહીં થાય આટલા લાખ લાભાર્થીઓ નિકળ્યા નકલી, હવે શું કરશે સરકાર?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!