GSTV
Gujarat Government Advertisement

ક્યારેય નહીં સુધરે/ શસ્ત્રવિરામ વચ્ચે પાકિસ્તાને રામગઢ સેક્ટરમાં કર્યો જોરદાર ગોળીબાર, 2 મહિનામાં જ પલટી મારી

પાકિસ્તાને

Last Updated on May 4, 2021 by Damini Patel

જમ્મુ-કાશ્મીરના રામગઢ સેક્ટરમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. ૨૫મી ફેબ્રુઆરીએ બંને દેશોના સૈન્ય વચ્ચે શસ્ત્રવિરામ માટે સહમતી બની હતી. એ પછી પહેલી વખત પાકિસ્તાને શસ્ત્રવિરામનો ભંગ કર્યો હતો.

ભારત કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાને શસ્ત્રવિરામની સમજૂતિ તોડીને દગાબાજી કરી હતી. પાકિસ્તાને ફરીથી અવળચંડાઈ શરૃ કરી હતી. આંતરરાષ્ટ્રીય સરહદે રામગઢ સેક્ટરમાં પાકિસ્તાની લશ્કરે ભારતીય ચોકીને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું.

પાકિસ્તાનને તોડી સમજૂતી

આતંકી

બીએસએફના પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાનના ફાયરિંગમાં કોઈને જાનહાની કે ઈજા થઈ નથી. પેટ્રોલિંગ પાર્ટી ફેન્સિંગ નજીકથી પસાર થતી હતી ત્યારે પાકિસ્તાનના લશ્કરે ફાયરિંગ શરૃ કરી દીધું હતું.

ગત ફેબ્રુઆરી માસમાં ભારત-પાકિસ્તાન વચ્ચે એલઓસી અને તે સિવાયના સેક્ટર્સમાં ફાયરિંગ ન કરવાના કરારો થયા હતા. એ પછી સરહદે ફાયરિંગ બંધ થઈ ગયું હતું. લગભગ બે માસના વિરામ પછી પાકિસ્તાને ફરીથી શસ્ત્રવિરામનો ભંગ કર્યો હતો.

2003માં થયો હતો શાસ્ત્રવિરામનો કરાર

ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ વખત ભારત-પાકિસ્તાનના સૈન્ય વચ્ચે શસ્ત્રવિરામનો કરાર ૨૦૦૩માં થયો હતો, પરંતુ તેના મહિનાઓ બાદ જ પાકિસ્તાની લશ્કરે ભારતની ચોકીઓને અને ભારતના નાગરિકોને નિશાન બનાવીને સરહદે વિવિધ સેક્ટર્સમાં બેફામ ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાનની આ નાપાક હરકત એવા સમયે થઈ છે કે જ્યારે ભારત કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!