GSTV
Porbandar ગુજરાત ટોપ સ્ટોરી

અવળચંડાઈ / મધદરિયે ભારતીય ફિશિંગ બોટ પર પાકિસ્તાન મરીનનું ફાયરિંગ, 8 ભારતીય માછીમારોનું કર્યું અપહરણ

પાકિસ્તાન

અરબી સમુદ્રમાં પાકિસ્તાન મરીન દ્વારા ફરીવાર નાપાક હરકત કરવામાં આવી છે. પાકિસ્તાન મરીને ભારતીય જળ સીમા નજીક ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કર્યું. અને બોટનું અપહરણ કર્યુ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પાકિસ્તાન મરીન બોટ સાથે માછીમારોને પોતાની સાથે લઈ ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે સુરક્ષા એજન્સી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

પાકિસ્તાન

પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદ નજીક ભારતીય માછીમારી બોટ અલ કિરમાનીનો કબજો લીધો હતો. જહાજમાં સવાર આઠ ક્રૂ પણ પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીની કસ્ટડીમાં છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની એજન્સીઓ દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલમાં આ સમાચારની વિગતોની રાહ જોવાઈ રહી છે.

પાકિસ્તાન એક બાદ એક નાપાક હરકત કરવામાંથી બહાર નથી આવિ રહી. પાકિસ્તાને ભારતીય માછીમારો પર ફાયરિંગ કરીને તેમને ઉપાડી પાકિસ્તાન લઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાન મરીને મધદરિયે ભારતીય બોટ પર ફાયરિંગ કર્યું છે.

અહેવાલ અનુસાર અરબી સમુદ્રમાં પાકિસ્તાન મરીને ભારતીય જળ સીમા નજીક માછીમારી કરી રહેલ ભારતીય ફિશિંગ બોટ પર શુક્રવારે રાત્રે ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા ફાયરિંગની ઘટનાથી અરબી સમુદ્ર સહિત દેશના ડિફેન્સ લાઈનમાં ખળભળાટ મચ્યો છે.

Read Also

Related posts

લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે

Hardik Hingu

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

GSTV Web Desk
GSTV