GSTV
Home » News » ઇમરાન ખાનની આ કારણે ઉંઘ ઉડી, પાકિસ્તાન બની રહ્યું છે બીજુ વેનેઝુએલા

ઇમરાન ખાનની આ કારણે ઉંઘ ઉડી, પાકિસ્તાન બની રહ્યું છે બીજુ વેનેઝુએલા

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ઉંઘ ઉડી ગઇ છે. તેમને સોથી મોટો ભય સતાવે છે કે આવતા સપ્તાહે થનારી એક ખાસ બેઠકમાં શું થશે? આ વાતનો અંદાજો વર્તમાનમાં તેમનાં નિવેદનો પરથી ખબર પડી રહ્યો છે. તાજેતરમાં પીએમ ઇમરાન ખાને પાકિસ્તાન રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાનનું દેવું 6000 અરબ પાકિસ્તાની રૂપૈયાથી વધીને 30 હજાર અરબ પાકિસ્તાની રૂપૈયા પહોંચ્યું છે. જેથી દેશ પાસે અમેરિકી ડોલરની તંગી ઉભી થઇ છે. આપણી પાસે એટલા ડોલર નથી કે આપણે દેવું ચુકવી શકીએ. મને ભય સતાવે છે કે ક્યાંક પાકિસ્તાન નાદાર થઈ જશે તો.

મહત્વનું છે કે લશ્કરે તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠન સામે પગલા લેવામાં નિષ્ફળ નિવડેલું પાકિસ્તાન ફાઇનાન્સીયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF) દ્વારા બ્લેક લીસ્ટ થઇ શકે છે. આતંકીઓ સામે કડક કાર્યવાહી ન કરતા પાકિસ્તાન પહેલાથી જ FATFનાં ગ્રે લીસ્ટમાં શામેલ છે. ત્યારબાદ પાકિસ્તાનને જૈશ અને લશ્કર વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે સમય આપાવમાં આવ્યો હતો. તેમજ તેને 27 એકશન પ્લાન બતાવવામાં આવ્યા હતાં.

pakistan rejects visa of UN
imran-khan-masood-azhar

16-21 જૂન વચ્ચે થશે મોટો નિર્ણય

FATFની હવે પછીની બેઠક ઓરલૈંન્ડોમાં 16 જૂનથી 21 જૂન વચ્ચે મળશે. અહિં આ બેઠકમાં પાકિસ્તાનને બ્લેક લીસ્ટ કરવા મુદ્દે પ્રસ્તાવ લાવી શકાય છે. ત્યારે આ મામલે પાકિસ્તાન ફરી એક વખત પોતાના બચાવ માટે જવાબ તૈયાર કરવામાં લાગી ગયું છે. જો પાકિસ્તાન બ્લેક લીસ્ટ થઇ જાય તો પછી તેને વિશ્વની કોઇ પણ મોટી સંસ્થા પાકિસ્તાનને ધીરાણ નહિં કરે. તેવામાં પાકિસ્તાનનાં નાદાર થવાની શક્યતાઓ વધી જશે.

પાકિસ્તાનનાં વઝીરે આઝમ ભયભીત

પાકિસ્તાનનાં વડાપ્રધાને તાજેતરમાં જ પોતાનાં નિવેદનમાં જણાંવ્યું હતું કે, પાકિસ્તાન ખરાબ હાલતમાંથી પસાર થઇ રહ્યો છે. જો ફંડીગ રોકાઇ ગઇ તો દેશ ડિફોલ્ટર જાહેર થઇ જશે. મતલબ સાફ છે કે, સ્થિતી એટલી વિકટ બનશે કે ગુણીમાં રૂપિયા ભરીને જઇએ ત્યારે માંડ થોડું ભોજન મળી શકે. અમારી સ્થિતી પણ વેનેઝુએલા જેવી થશે. હું જ્યારથી સરકારમાં આવ્યો છું. ત્યારથી આ દબાણ વચ્ચે જીવી રહ્યો છું. જો કે આપણાં મિત્ર રાષ્ટ્ર યુએઈ, સાઉદી અરબ અને ચીનનો આભાર માનું છું કે તેમણે આપણી મદદ કરી.

FATF શું છે?

દુનિયાભરમાં આતંકી સંગઠનોને આપવામાં આવતી નાણાંકિય મદદ પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય એજન્સી છે. આ એશિયા-પેસીફિક ગૃપ મની લોન્ડ્રિગ, ટેરર ફાઇનાન્સીંગ, જનસંહાર કરનારા હથિયારોની ખરીદી માટે થતી નાણાંકિય લેવડ-દેવડ રોકવા વાળી સંસ્થા છે. આ સંસ્થાનાં અહેવાલને આધારે FATF પગલા ભરે છે.

READ ALSO

Related posts

3 બાળકોને ઘરમાં પૂરી નવા બૉયફ્રેન્ડ સાથે સૂવા મહિલા ગઈ હોટેલમાં, પછી મળી એવી સજા કે…..

NIsha Patel

આરોપ હતો રોજ પત્નીને પીટવાનો, સાસરિયાંએ ખાટલા પર બાંધી બે દિવસ સુધી ધોયો જમાઇને

NIsha Patel

ગોતામાં જર્જરીત ટાંકી ધરાશાયી, ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!