GSTV
Home » News » એફટીએફની પાકિસ્તાનને અંતિમ ચેતવણી, બ્લેકલિસ્ટમાંથી આ કારણે બચી ગયુ આતંકિસ્તાન

એફટીએફની પાકિસ્તાનને અંતિમ ચેતવણી, બ્લેકલિસ્ટમાંથી આ કારણે બચી ગયુ આતંકિસ્તાન

આતંકવાદને પોતાની નીતિ બનાવીને બેઠેલું પાકિસ્તાન વધુ એકવાર ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સના બ્લેકલિસ્ટમાં સામેલ થવાથી બચી ગયું છે. જો કે એફએટીએફ દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખતા ચેતવણી આપી છે કે જો તે ફેબ્રુઆરી-2020 સુધીમાં ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગ પર કડક કાર્યવાહી નહીં કરે તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.

ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સમાં પાકિસ્તાનને બેવડો ઝટકો

ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સમાં પાકિસ્તાનને બેવડો ઝટકો લાગ્યો. એક તો પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી નિકળવામાં અસફળ રહ્યું. સાથે જ એફએટીએફ તરફથી પાકિસ્તાનને ચેતવણી આપી કે જો કે પાકિસ્તાન નિશ્ચિત સમયમાં કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેશે તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.. એટલે કે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી શકે છે.એફએટીએફએ કડ઼ક નિર્દેશ આપ્યો છે કે પાકિસ્તાન ફેબ્રુઆરી-2020 સુધીમાં સમગ્ર એકશન પ્લાન તૈયાર કરીને તેના પર આગળ વધે.

જો તે નિશ્ચિત સમયમાં એકશન પ્લાન ઘડવામાં નિષ્ફળ રહેશે તો તેની તરફ કડ઼ક કાર્યવાહી કરવામાં આવશે.. એફટીએફએ કહ્યું કે પાકિસ્તાનની સાથે કોઇ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ અને બિઝનેસ ઉપર પણ સભ્યો નજર રાખે. ભલે ચીન, તુર્કી અને મલેશિયાની મદદથી પાકિસ્તાન હાલમાં એફએટીએફમાં બ્લેકલિસ્ટ થવાથી બચી ગયું હોય પરંતુ તેનું હવે ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.

સૂત્રોનું કહેવું છે કે એફએટીએફએ ભલે હાલમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુક્યું હોય પરંતુ આતંકવાદ વિરૂદ્ધ નક્કર પગલા ન ભરવાના કારણે આગામી કેટલાક વર્ષો સુધી તેના માટે ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવું શક્ય નથી. આ ઉપરાંત એફએટીએફએ પોતાનો નિર્ણય સાર્વજનીક કરીને ખાસ સંકેત આપ્યા છે કે પાકિસ્તાનને ફેબ્રુઆરી-2020માં બ્લેકલિસ્ટ કરી દેવાની પુરી સંભાવના છે.. જેથી વૈશ્વિક સંસ્થાઓ અને અન્ય દેશો પાકિસ્તાનને કોઇ સહાયતા આપે નહીં.

પેરિસમાં મળેલી એફએટીએફની બેઠકમાં પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમિક્ષા કરવામાં આવી. ત્યારબાદ પાકિસ્તાનને વધુ પગલા ભરવા માટે ચેતવણી આપવામાં આવી. એફએટીએફએ જૂન-2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકી દીધુ હતુ. અને 27 પોઇન્ટ પર એકશન પ્લાન સોંપતા એક વર્ષની ડેડલાઇન આપી હતી. જેમાં મની લોન્ડ્રિંગ અને આતંકવાદી સંગઠનો પર ટેરર ફાયનાન્સિંગ રોકવાના ઉપાયો કરવાના હતા. ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગ રોકવામાં નિષ્ફળ રહેવા બદલ અને આતંકવાદીઓ અને તેના સંગઠનોની સામે નક્કર પગલા ન ભરવાના કારણે પાકિસ્તાનને સુધરવાની આ અંતિમ ચેતવણી મનાઇ રહી છે.

પાકિસ્તાન ફેબ્રુઆરી-2020 સુધીમાં સમગ્ર એકશન પ્લાન તૈયાર કરે

એફએટીએફએ કડ઼ક નિર્દેશ આપ્યો છે કે પાકિસ્તાન ફેબ્રુઆરી-2020 સુધીમાં સમગ્ર એકશન પ્લાન તૈયાર કરીને તેના પર આગળ વધે. જો તે નિશ્ચિત સમયમાં એકશન પ્લાન ઘડવામાં નિષ્ફળ રહેશે તો તેની તરફ કડ઼ક કાર્યવાહી કરવામાં આવશે.. એફટીએફએ કહ્યું કે પાકિસ્તાનની સાથે કોઇ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ અને બિઝનેસ ઉપર પણ સભ્યો નજર રાખે. સૂત્રોનું કહેવું છે કે એફએટીએફએ ભલે હાલમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુક્યું હોય પરંતુ આતંકવાદ વિરૂદ્ધ નક્કર પગલા ન ભરવાના કારણે આગામી કેટલાક વર્ષો સુધી તેના માટે ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવું શક્ય નથી.

આ ઉપરાંત એફએટીએફએ પોતાનો નિર્ણય સાર્વજનીક કરીને ખાસ સંકેત આપ્યા છે કે પાકિસ્તાનને ફેબ્રુઆરી-2020માં બ્લેકલિસ્ટ કરી દેવાની પુરી સંભાવના છે.. જેથી વૈશ્વિક સંસ્થાઓ અને અન્ય દેશો પાકિસ્તાનને કોઇ સહાયતા આપે નહીં. એફએટીએફએ જૂન-2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકી દીધુ હતુ.. અને 27 પોઇન્ટ પર એકશન પ્લાન સોંપતા એક વર્ષની ડેડલાઇન આપી હતી. જેમાં મની લોન્ડ્રિંગ અને આતંકવાદી સંગઠનો પર ટેરર ફાયનાન્સિંગ રોકવાના ઉપાયો કરવાના હતા.

READ ALSO

Related posts

સંશોધકો ચોંકી ઉઠ્યા : આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ અને ઓક્સિજન પણ…

Mayur

રફાલમાં ભ્રષ્ટાચારની તપાસની માગ કરતી રિવ્યૂ પિટિશન અંગે આજે સુપ્રીમનો નિર્ણય

Mayur

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુુપ્રીમ કોર્ટમાં આજે ચુકાદો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!