GSTV
India News World

પાકિસ્તાન પાસે નથી ભારતીય મિસાઈલને જવાબ આપવા કોઈ તોડ, નિષ્ફળતા ઉપર ઉઠ્યા સવાલ

ભારતની એક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ તાજેતરમાં પાકિસ્તાનમાં ક્રેશ થઈ હતી. આ મિસાઈલ દુર્ઘટનાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો અને ભારત અને પાકિસ્તાન વચ્ચે નવો વિવાદ સર્જાયો હતો. આ પહેલીવાર નથી કે જ્યારે ભારતની રશિયન મૂળની સુપરસોનિક મિસાઈલે પાકિસ્તાનમાં હંગામો મચાવ્યો હોય. આવી ઘટનાઓ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કરે છે.

મિસાઇલ

આ ઘટનાના થોડા દિવસો બાદ બ્રહ્મોસ મિસાઈલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. એક ન્યુઝ અહેવાલમાં જણાવે છે કે, ભારત બ્રહ્મોસ માટે એર-લોન્ચ કરેલ સંસ્કરણ વિકસાવી રહ્યું છે જે બ્રહ્મોસ મિસાઈલને 800 કિમીથી વધુના અંતરે દુશ્મન સ્થાનો પર પ્રહાર કરવામાં સક્ષમ બનાવશે. અગાઉ બ્રહ્મોસ 300 કિમીનું અંતર મારવામાં સક્ષમ હતું.

બ્રહ્મોસના નૌસેના વર્ઝનની રેન્જ 350-400 કિમી છે. આ ઘટના પહેલા 5 માર્ચે INS યુદ્ધ જહાજ પરથી મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરિક્ષણ દરમિયાન મિસાઈલે પોતાના લક્ષ્ય સચોટ રીતે સાધ્યુ હતું.

રિપોર્ટ્સ અનુસાર, બ્રહ્મોસ મિસાઈલ રડાર ડિટેક્શનથી બચવામાં પણ સક્ષમ છે. ભારતમાં બ્રહ્મોસની મર્યાદામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં તેની રેન્જ 290 કિમી હતી જે વધારીને 350-400 કિમી કરવામાં આવી છે. હવે તેની ફાયરપાવર 800 કિમી હશે.

પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પર ફરી સવાલો ઉભા થયા

9 માર્ચે ભારત તરફથી સુપરસોનિક મિસાઈલ 124 કિમી સુધી પાકિસ્તાનની અંદર પડી હતી. મિસાઈલ પડવાને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, માત્ર એક વેરહાઉસને નુકસાન થયું હતું. આ ઘટના પર પાકિસ્તાને કહ્યું કે આ પાકિસ્તાનની એરસ્પેસનું ઉલ્લંઘન છે અને તેનાથી કોઈનું મોત થઈ શકે છે. આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા ભારતે કહ્યું કે મિસાઈલ નિયમિત જાળવણી દરમિયાન આકસ્મિક રીતે છોડવામાં આવી હતી.

પાકિસ્તાનમાં મિસાઈલ જવાની અને ક્રેશ થવાની ઘટનાએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભલે પાકિસ્તાને કહ્યું કે તે મિસાઈલ પર નજર રાખી રહ્યું હતું, પરંતુ પાકિસ્તાન પાસે એ સવાલનો જવાબ નથી કે જે મિસાઈલ તેની સીમામાં પડી તે બ્રહ્મોસ મિસાઈલ હતી કે બીજું કંઈક.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વડા પ્રધાને 13 માર્ચે કહ્યું હતું કે, ભારતીય મિસાઈલ મિયાં ચન્નુ પર પડ્યા પછી અમે જવાબ આપી શક્યા હોત પરંતુ અમે સંયમ રાખ્યો હતો. તેમણે કહ્યું કે આપણે આપણી સંરક્ષણ પ્રણાલી અને દેશને મજબૂત બનાવવો પડશે.

ભારતે ફાઈટર જેટ વડે પાકિસ્તાનમાં ઘણા મિશન પાર પાડ્યા

આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનની વાયુસેના સમયસર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હોય. 1981 થી 2006 સુધી, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર વારંવાર અને નિયમિત જાસૂસી મિશન હાથ ધર્યા હતા. પરંતુ આવા મિશનની વિગતો ક્યારેય જાહેર કરી નહતી. આ સમય દરમિયાન જે એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે રશિયન મિગ-25નું જાસૂસી વર્ઝન હતું. તે વિશ્વના સૌથી ઝડપી ફાઈટર જેટમાંથી એક હતું.

મળેલ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની સૈન્ય અને ત્યાંની સરકારને પાકિસ્તાનમાં ભારતના મિગ-25ની ગતિવિધિઓ વિશે કથિત રીતે જાણ હતી, પરંતુ તેમણે ચુપ રહેવાનુ પસંદ કર્યુ કારણકે, તેમના લોકોને એવું ન લાગે કે પાકિસ્તાનની વાયુસેના જેટની સુપરસોનિક સ્પીડને કારણે તેને રોકવામાં અસમર્થ હતી.

મિગ-25 એ 65 હજારથી 85 હજાર ફૂટની ઊંચાઈએ 2.8 મૈક એટલે કે લગભગ 3 હજાર પાંચસો કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી, જ્યારે પાકિસ્તાની એફ-16 વિમાન પચાસ હજાર ફૂટથી ઉપર જઈ શક્યું નહીં.

READ ALSO

Related posts

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu

ભાજપને મહત્વ મળતાં શિંદેના મંત્રીઓ નારાજ : સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે

GSTV Web Desk

કેજરીવાલે ઓફર કરી મોદી સરકારને ફોર્મ્યુલા : જાણો કેવી રીતે દરેક ગરીબ બનશે ધનવાન

Zainul Ansari
GSTV