GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

ચીનના ઈશારે POKમાં સેના ઉતારી હોવાની વાતને પાકિસ્તાને આપ્યો રદિયો, ના પાકના ભરોસે ના રહેવાય

ચીનના ઈશારે ભારતને ઘેરવા માટે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાને 20000 સૈનિકો તૈનાત કર્યા હોવાના અહેવાલોથી સોશ્યલ મીડિયા અને મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે પાકિસ્તાને આ અહેવાલનો રદિયો આપ્યો છે.

જોકે પાકિસ્તાનનો રદિયો પણ જુઠ્ઠાણુ હોઈ શકે છે. પાકિસ્તાને એક નિવેદનમાં કહ્યુ છે કે, ભારતમાં મીડિયા અ્ને સોશ્યલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે, એલઓસી પાસે પાકિસ્તાને સેનાના વધારાના જવાનો મોકલ્યા છે, પાકિસ્તાનનુ સ્કાર્દૂ એરબેઝ ચીનના સૈનિકો ઉપયોગમાં લઈ રહ્યા છે, આ તમામ વાતો ખોટી છે.ચીનની સેના પણ પાકિસ્તાનમાં મોજુદ નથી.

જોકે પાકિસ્તાન લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના તનાવનો ફાયદો ઉઠાવવા માંગે છે.માટે જ તેણે એલઓસી પાસે 20000 સૈનિકો તૈનાત કર્યા હોવાના અહેવાલો ગઈકાલે આવ્યા હતા.જે ભારત પર દબાણ વધારવા માટે પાકિસ્તાનની હરકત હોવાનુ કહેવાય છે.એવુ પણ કહેવાય છે કે, પાકિસ્તાને કરેલી સૈનિકોની તૈનાતી બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ કરેલી તૈનાતી કરતા પણ વધારે છે.

ભારતે પણ ઈસ્ટર્ન લદ્દાખ સેક્ટરમાં ત્રણ ડિવિઝન તૈનાત કરી

ભારત-ચીન વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. ત્યારે ચીન કોઈ ભ્રમમાં ન રહે એટલા માટે ભારતે પણ ઈસ્ટર્ન લદ્દાખ સેક્ટરમાં ત્રણ ડિવિઝન (૩૦,૦૦૦ સૈનિકો) તૈનાત કરવાની પ્રક્રિયા આરંભી દીધી છે. આર્મીની વિવિધ રિઝર્વ ફોર્સમાંથી સૈનિકોને લદ્દાખ મોકલાઈ રહ્યા છે. આ બધા સૈનિકો એવા છે, જે બાર-પંદર હજાર ફીટની ઊંચાઈએ નીચા તાપમાને અને પાતળી હવા વચ્ચે લડવા માટે તાલીમ પામેલા છે.

સૈનિકો સાથે બેટલ ટેન્ક, દારૂગોળો, અન્ય યુદ્ધ સંશાધનો વગેરે પણ લદ્દાખ સરહદે મોકલવાની ભારતે શરૂઆત કરી

સૈનિકો સાથે બેટલ ટેન્ક, દારૂગોળો, અન્ય યુદ્ધ સંશાધનો વગેરે પણ લદ્દાખ સરહદે મોકલવાની ભારતે શરૂઆત કરી દીધી છે. વધારાની સૈન્ય ટુકડીઓ અને શસ્ત્રો જમીન અને હવાઈ એમ બન્ને માર્ગે મોકલાઈ રહ્યા છે.બીજી તરફ ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદી વિવાદ અંગે ત્રીજા રાઉન્ડની વાટાઘાટો ૩૦મી જૂને યોજાઈ હતી. બન્ને દેશના લેફ્ટનન્ટ કમાન્ડર કક્ષાના અધિકારીઓ મળ્યા હતા. પરંતુ એ વાટાઘાટો દરમિયાન કોઈ નક્કર પરિણામ આવ્યાનું જણાતું નથી. કેમ કે ચીને લદ્દાખ લાઈન ઑફ એક્ચ્યુલ કન્ટ્રોલ (એલએસી)ની પેલે પાર ૨૦,૦૦૦ સૈનિકો (બે ડિવિઝન) ખડકી દીધી છે. બીજી તરફ ભારતને ભીંસમાં લેવા પાકિસ્તાને પણ પાકિસ્તાન કબજાના કાશ્મીરમાં આવેલી ગિલગિટ-બાલ્ટિસ્તાન લાઈન ઑફ કન્ટ્રોલ (એલઓસી) ખાતે ૨૦,૦૦૦ સૈનિકો ગોઠવી દીધા છે.

પાકિસ્તાન સાથેની એલઓસીમાં ભારતીય સૈન્યની પહેલેથી હાજરી છે જ. માટે ત્યાં હાલ તુરંત મોટી સંખ્યામાં સૈનિકો મોકલાવાની જરૂર નથી. પરંતુ જરૂર પડયે ત્યાં પણ વધારાની ટ્રૂપ્સ મોકલાશે. પાકિસ્તાન ભારતની સ્થિતિનો ગેરલાભ લઈને દબાણ ઉભું કરવા પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન આ કામગીરી ચીનની દોરણીથી કરતું હોય એવી પૂરી શક્યતા છે કેમ કે ચીની અને પાકિસ્તાની લશ્કરી અધિકારીઓ વચ્ચે અનેક મીટિંગો તાજેતરના દિવસોમાં થઈ રહી છે.

પાકિસ્તાન ભારતની સ્થિતિનો ગેરલાભ લઈને દબાણ ઉભું કરવા પ્રયાસ

ભારતના લેફ્ટનન્ટ જનરલ હરિન્દરસિંહ અને ચાઈનિઝ લશ્કરી અધિકારી વચ્ચે થયેલી વાત-ચીતમાં બન્ને દેશો એ વાતે સહમત થયા હતા કે લદ્દાખ સંકટનો નિવેડો વહેલી તકે આવવો જોઈએ. પરંતુ એ માટે ચીની સૈનિકો હતા ત્યાં પાછા ખસી જાય અને વિવાદાસ્પદ ભૂમિ ખાલી કરી આપે એ માટે ચીને તૈયારી દર્શાવી ન હતી. ભારત અને ચીન વચ્ચે આ બેઠક લગભગ ૧૨ કલાક સુધી ચાલી હતી. લશ્કરી ઉપરાંત વિદેશ મંત્રાલયની ચેનલ દ્વારા ડિપ્લોમેટિક લેવલે પણ વાટા-ઘાટો યોજાશે. જોકે ચીને અગાઉ એવી સ્પષ્ટતા કરી છે કે એલએસી પરથી સૈનિકો પાછા ખેંચવા એ જરા ગૂંચવાડાભરી પ્રક્રિયા છે. અર્થાત ચીન હાલ પીછેહટના મૂડમાં નથી.ચીને ૨૦ હજાર સૈનિકો ખડક્યા છે એ ઉપરાંત બીજા ૧૦-૧૨ હજાર સૈનિકો ૪૮ કલાકના ટૂંકા ગાળામાં એલએસી પર પહોંચાડી શકાય એ રીતે તૈયાર રાખ્યા છે. સમગ્ર સ્થિતિ પર ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખો નજર રાખી રહી છે. ચીન સામાન્ય રીતે તિબેટમાં બે ડિવિઝન જેટલા સૈનિકો રાખતું હોય છે. પરંતુ આ વખતે વધારાની બે ડિવિઝન પણ ચીને તિબેટમાં ગમે ત્યારે એલએસી પર મોકલી શકાય એ રીતે તૈયાર રાખી છે.

પાકિસ્તાની આતંકીઓને ચીન પ્રોત્સાહન આપી રહ્યું છે

ઈન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે કાશ્મીરમાં આતંક ફેલાય અને ભારતીય સૈન્ય તથા સિક્યુરિટી ફોર્સિસ તેમાં વ્યસ્ત રહે એવું ચીનનું આયોજન છે. એ માટે ચીની અધિકારીઓ પાકિસ્તાન કબજાના કાશ્મીરમાં આવેલા આતંકી સંગઠન અલ-બદ્રને મળ્યા હોવાનું મનાય છે. કાશ્મીરના અનેક આતંકી હુમલામાં સંડોવાયેલું આ સંગઠન ઘણા સમયથી નિષ્ક્રિય છે. હવે ચીન તેને ફરીથી સક્રિય કરવા પ્રયત્નશીલ બન્યું છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપીએ અલ-બદ્ર ફરીથી સક્રિય કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું અમારા પણ ધ્યાનમાં આવ્યું છે.

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!