GSTV
News Trending World

પાકિસ્તાન / નવા આર્મી ચીફના નામની જાહેરાત, જનરલ અસિમ મુનીર સંભાળશે કમાન

પાકિસ્તાને તેના નવા આર્મી ચીફની પસંદગી કરી લીધી છે. જનરલ અસિમ મુનીર પાકિસ્તાનના નવા સેના અધ્યક્ષ હશે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે તેમના નામની જાહેરાત કરી છે.પાકિસ્તાનના આર્મી ચીફની રેસમાં ઘણા મોટા નામ પણ સામેલ હતા. આ પછી જનરલ મુનીરને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

કોણ છે જનરલ મુનીર અસિમ

ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટના જનરલ મુનીર સૌથી વરિષ્ઠ થ્રી સ્ટાર જનરલ છે. તેઓ જનરલ બાજવા પછી સૌથી વરિષ્ઠ અધિકારી છે. જનરલ મુનીર અગાઉ સેનામાં ઘણા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે. મુનીરને જનરલ બાજવાના સૌથી નજીકના માનવામાં આવે છે. ઓક્ટોબર 2018માં તેમને ઈન્ટેલિજન્સ ચીફ બનાવવામાં આવ્યા હતા. જોકે 8 મહિના પછી જ તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેની પાછળ તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાન જવાબદાર હોવાનું કહેવાય છે. જનરલ અસિમને તેમની જ સૂચના પર હટાવવામાં આવ્યા હતા.

કહેવામાં આવે છે કે જનરલ મુનીરે પંજાબ પ્રાંતમાં ખરાબ સ્થિતિ સામે અવાજ ઉઠાવી હતી અને ઘણીવાર ઈમરાન ખાન સામે આ મુદ્દે પ્રશ્નો કર્યા હતા.

પાકિસ્તાનના નવા આર્મી ચીફની નિમણૂકને લઈને ઘણા સમયથી અનિશ્ચિતતા ચાલી રહી હતી. પાકિસ્તાન સરકારને જનરલ કમર જાવેદ બાજવાના સ્થાને કેટલાક વરિષ્ઠ જનરલોના નામ મળ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ અસિમ મુનીર સિવાય લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝા (કમાન્ડર 10 કોર્પ્સ), લેફ્ટનન્ટ જનરલ અઝહર અબ્બાસ (ચીફ ઓફ જનરલ સ્ટાફ), લેફ્ટનન્ટ જનરલ નોમાન મેહમૂદ (ચેરમેન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી), લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ (કમાન્ડર બહાવલપુર કોર્પ્સ) લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અમીર (કમાન્ડર ગુજરાંવાલા કોર્પ્સ)ના નામ આર્મી ચીફના નામ પણ મોકલવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે જનરલ બાજવા ત્રણ વર્ષના એક્સટેન્શન બાદ 29 નવેમ્બરે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમણે સેવામાં વધુ એક્સટેન્શન મુદ્દે ઇનકાર કર્યો હતો. જે બાદ નવા આર્મી ચીફની નિમણૂક કરવામાં આવી હતી.

Also Read

Related posts

લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે બાકી છે માત્ર 5 દિવસ, આ 6 રીતે કરાવી શકો છો જમા

Kaushal Pancholi

Bappi Lahiri Birthday: સુપ્રસિદ્ધ ગાયક બપ્પી દાને સોનું પહેરવાનો ન હતો શોખ, પછી આ વ્યક્તિને કારણે બન્યા ‘ગોલ્ડ મેન’

Kaushal Pancholi

બજેટ 2023-24/ તમારે કેવું બજેટ જોઈએ છે ? સરકારે માંગ્યા સૂચનો ; આ છેલ્લી તારીખ છે

Padma Patel
GSTV