GSTV
Home » News » ઇંગ્લેન્ડમાં વન-ડે રમતા પાક. બેટસમેનને જયારે મળી પુત્રીના મોતની ખબર….

ઇંગ્લેન્ડમાં વન-ડે રમતા પાક. બેટસમેનને જયારે મળી પુત્રીના મોતની ખબર….

પાકિસ્તાનના બેટસમેન આસીફ અલી ઇંગ્લેન્ડમાં વન-ડે મેચ રમતો હતો, ત્યારે જ તેની પુત્રીના મોતના ખબર મળ્યા હતા. તેની પુત્રી અમેરિકામાં કેન્સરની સારવાર કરાવતી હતી,ત્યારે ત્યાં તેણીનું મોત થયું હતું. આસીફ તેનો ઇંગ્લેન્ડનો પ્રવાસ તાત્કાલીક પૂર્ણ કરી પાક. પરત ફરશે.

ઇસ્લામાબાદ યુનાઇટેડે એક નિવેદનમાં જણાવ્યા અનુસાર આઇએસએલયુ પરિવારની સંવેદના આસીફ સાથે છે જેણે પોતાની પુત્રી ગુમાવી દીધી છે.આસીફ બહુ મજબૂત છે અને અમારા સૌના માટે પ્રેરણારૂપ છે.તમને એ જણાવીએ કે આસીફ પાક સુપર લીગમાં ઈસ્લામાબાદ યુનાઇટેડ તરફથી રમતો હતો.ર૭ વર્ષના આસીફે રવિવારે હેડિંગ્લેમાં ઇંગ્લેન્ડ સામેની સીરીઝના પાંચમા અને છેલ્લા વનડેમાં રર રન બનાવ્યા હતા.

આ મેચ પાક પ૪ રનોથી હાર્યું હતું અને ઇંગ્લેન્ડના હાથે ૦-૪થી સીરીઝ ગુમાવી હતી. આસીફ અલીને ૩૦ મેથી શરૂ થતા વિશ્વકપ માટે પાકિસ્તાનના ૧પ સભ્યોની સ્કવોડમાં સમાવવામાં આવ્યો છે.પાક.ની અંતિમ-૧પની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. આસીફ પ્રારંભિક ટીમમાં સામેલ  ન હતો.તેણે ઇંગ્લેન્ડ સામે સીરીઝમાં બે અડધી સદી બનાવી હતી. મધ્યક્રમનાં બેટસમેન આસીફે અત્યાર સુધીમાં ૧૬ વનડે મેચમાં ૩૧.૦૯ ની સરેરાશ સાથે ૩૪ર રન બનાવ્યા છે.

ઇંગ્લેન્ડમાં મર્યાદિત ઓવરની સીરીઝ માટે રવાના થતા પહેલા આસીફે રર એપ્રિલે ટવીટ કર્યું હતું કે તે પોતાની પુત્રીને સારવાર માટે અમેરિકા મોકલી રહયો છે. તેને પીએસએલના ચોથા સત્ર દરમિયાન પોતાની પુત્રીની બિમારી અંગેની જાણ થઇ હતી ત્યારે તે પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટસમેન અને ઇસ્લામાબાદ યુનાઇટેડના કોચ ડીન જોન્સ સમક્ષ રડી પડયો હતો.

READ ALSO

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

આ દેશમાં મહિલાઓને મળે છે પુરી છૂટ, પુરુષોએ ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ..

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!