GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કોરોના વાયરસે લીધો આ પાકિસ્તાની ક્રિકેટરનો જીવ, પરિવારે ઉતાવળમાં દફનાવી દીધો

ક્રિકેટર

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. એવા પણ સમાચાર આવતા રહે છે કે બોલિવૂડ અને સ્પોર્ટસ સાથે સંકળાયેલી હસ્તીઓને પણ કોરોના પોઝિટિવ આવતો રહે છે. તેવામાં પાકિસ્તાનના એક ફર્સ્ટ કલાસ ક્રિકેટર રિયાઝ શેખનું કોરોનાને કારણે નિધન થઈ ગયું. આમ રિયાઝ શેખ પાકિસ્તાનનો એવો બીજો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે જેણે કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હોય.

રિયાઝ શેખના પરિવારે તેને ફટાફટ દફનાવી દીધો

એવા દાવો કરાય છે કે રિયાઝ શેખના પરિવારજનોએ ઉતાવળમાં જ તેની ધફનવિધી કરી નાખી. તેના મૃત્યુના કારણની તપાસ કરાવ્યા વિના આરોગ્ય અધિકારીઓની રાહ પણ જોયા વિના તેને ધફનાવી દેવામાં આવ્યો હતો.
હજી થોડા દિવસ અગાઉ જ રિયાઝ શેખનો કોરોના પોઝિટિવ આવ્યો હતો તે 51 વર્ષના હતા. તેણે 43 ફર્સ્ટ ક્લાસ મેચમાં 116 વિકેટ ઝડપી હતી. મંગળવારે સવારે તેનું નિધન થઈ ગયું. રિયાઝના પરિવારજનોએ ચૂપચાપ દફનવિધી કરી નાખી ત્યારે તેમના પડોશીઓને પણ શંકા ગઈ હતી કે રિયાઝ શેખને કોરોના હતો. તેમનો પરિવાર એ પ્રક્રિયાનો સામનો કરવા માગતો ન હતો જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે થતી હોય છે.

રિયાઝ શેખે 1987થી 2005 દરમિયાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. કરાચીના આ લેગ સ્પિનરે મોઇન ખાનની એકેડમીમાં નવોદિતોને કોચિંગ આપ્યું હતું. ત્યાં તે હેડ કોચ હતો. પાકિસ્તાનના ઇન્ટરનેશનલ ક્રિકેટર રશીદ લતીફે પણ રિયાઝના નિધનથી શોક વ્યક્ત કર્યો હતો.

Read Also

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!