GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

આર્થિક મુશ્કેલી અનુભવતા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સાથે પાકિસ્તાને સોદાબાજી કરી! પીસીબીએ આપી આ સ્પષ્ટતા

કોરોના વાયરસને પગલે અત્યારે વિશ્વભરમાં ક્રિકેટ સ્થગિત થઈ ગયું છે ત્યારે ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જનારી છે. આ પ્રવાસમાં બંને ટીમ વચ્ચે ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી20 મેચની સિરીઝ રમાશે અને સિરીઝ માટે પાકિસ્તાની ટીમ ચાર્ટર્ડ વિમાન દ્વારા ઇંગ્લેન્ડ પહોંચશે જેની વ્યવસ્થા ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ કરશે. પાકિસ્તાન આ સિરીઝ માટે પ્રતિબદ્ધ છે પરંતુ પીસીબીના ચેરમેન વસિમ ખાને જણાવ્યું હતું કે પાકિસ્તાન આ સિરીઝનો લાભ લેનારો સોદો કરવાનું નથી.

સાડા ત્રણ અબજ રૂપિયાનું નુકસાન

કોરોનાને કારણે ઇંગ્લેન્ડનમાં આ સિઝનમાં ક્રિકેટ નહીં રમાય તો ત્યાંના ક્રિકેટ બોર્ડને સાડા ત્રણ અબજ રૂપિયાનું નુકસાન થનારું છે. ઇંગ્લેન્ડ બોર્ડને આશા છે કે કોરોનાને કારણે જે મેચો સ્થગિત થઈ ગઈ છે તેને અન્ય તારીખોમાં યોજીને આ નુકસાન સરભર કરી શકાય. તેમાં પાકિસ્તાન સામેની સિરીઝ પણ સામેલ છે. એવામાં એમ મનાય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાની ટીમને ઇંગ્લેન્ડ મોકલીને બદલામાં ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં રમવા આવે તેવી જોગવાઈ કરી નાખે.

અમારે ક્રિકેટ શરૂ કરવાની જરૂર

આ સોદો એટલા માટે કે ઘણા દેશોએ સુરક્ષાની ચિંતા વ્યક્ત કરીને પાકિસ્તાનમાં રમવા માટે પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધો છે. વસિમ ખાને એક ટીવી શોમાં જણાવ્યું હતું કે, 2022 સુધીમાં ઘણું ક્રિકેટ રમાવાનું છે અને મને લોકો પૂછે છે કે તેમાં કોઈ સોદો થયો છે? તેમણે કહ્યું કે આસાન વાત એ છે કે અમારે ક્રિકેટ શરૂ કરવાની જરૂર છે આ સમય કોઈ ચીજનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરવાનો નથી. આગામી બે વર્ષમાં બધુ સામાન્ય બની જશે.

READ ALSO

Related posts

મને કોઈએ કહ્યું હતું કે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશો તો પસ્તાશો, બજાજનો મોટો ખુલાસો

Mansi Patel

યુદ્ધ ઉન્માદી ચીને લદ્દાખ મોરચે કેમ કરી પીછેહટ, આ છે 3 કારણો

Mansi Patel

શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો ખૂબ દોડી પણ આ રાજ્યમાંથી પહેલી વખત ‘શ્રમિક સ્પેશિયલ ફ્લાઈટે’ ભરી ઉડાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!