GSTV
Home » News » આ પાક. મહિલા ક્રિકેટરે કોચની પોલ ખોલી દીધી

આ પાક. મહિલા ક્રિકેટરે કોચની પોલ ખોલી દીધી

પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન સના મીરે મુખ્ય કોચ સબીહ અઝહરના આરોપોનો જવાબ આપતા કહ્યું છે કે, તે ટીમમાં એક યુવા ખેલાડીને સામેલ કરવા માટે કોચ સાથે બાખડી હતી. તેનું એમ પણ કહેવું છે કે, તે હાલની સ્થિતિમાં ટીમમાં નથી રમી શકતી. ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડમાં રમાયેલી વિશ્વ કપમાં પાકિસ્તાનની ટીમનો ભૂંડો પરાજય થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સબીહ અઝહરે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઇંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વ કપમાં કપ્તાન સનાનું વલણ આત્મકેન્દ્રિત અને ધમંડી હતું. તેમણે આગળ કહ્યું કે, નવી ખેલાડીને ટીમમાં નિરુત્સાહ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, 25 વર્ષની કાયનાત ઇમ્તિયાજને વિશ્વ કપમાં વેસ્ટઇન્ડિઝ સામે રમાયેલી મેચમાં તેમની જાણકારી વગર અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવી ન હતી.

જ્યારે મીરે પોતાના ફેસબુક પેજ પર કોચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા લખ્યું કે, મારા અને કોચ વચ્ચેની સમસ્યા ડાયનાને લઇને શરૂ થઇ. હું ડાયનાને રમાડવા ઇચ્છતી હતી. તે શાનદાર ફોમમાં હતી. મારી લડાઇ એક યુવા ખેલાડીને ટીમમાં સામેલ કરવાની હતી, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર છે. મને તેનો પસ્તાવો નથી.

મીરે કહ્યું કે, હું એ વાતને સ્પષ્ટ કરવા માગું છું કે, હું હાલની સ્થિતિમાં રમી શકતી નથી. હું ટૂંક સમયમાં મહિલા ક્રિકેટના વિકાસ પર વિસ્તારથી એક રિપોર્ટ તમારી સામે મૂકીશ.

Related posts

“સચિન તેન્ડુલકરના બધા રેકોર્ડ તોડી દેશે વિરાટ કોહલી, પણ આ એક ક્યારેય અહીં તોડી શકે”

NIsha Patel

Paytmની પાસે આગળના પાંચ વર્ષ સુધી રહેશે ટીમની સ્પોન્સરશિપના રાઈટ્સ

Kaushik Bavishi

ટીમ ઇન્ડિયાનો નવો અવતાર, નામ-નંબર વાળી જર્સી સાથે પહેલીવાર ટેસ્ટ રમશે ‘વિરાટ બ્રિગેડ’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!