GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાનમાં Coronaથી મચ્યો હાહાકાર, 100 ટેસ્ટમાંથી આટલા કેસ આવી રહ્યા છે પોઝિટીવ

પાકિસ્તાન

Last Updated on April 13, 2020 by Karan

પાકિસ્તાનમાંથી કોરોના (Corona) વાયરસને લઈને ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. અહીં સિંધ પ્રાંતમાં એક દિવસમાં ટેસ્ટ કરવામાં આવેલા મામાલાઓમાં 20 ટકા પોઝિટિવ કેસ સામે આવ્યા છે જે આખી દુનિયામાં સરેરાશ સૌથી વધુ છે. ટેસ્ટના પરિણામે ઈમરાન ખાન અને સિંધના સીએમ સૈયદ મુરાદ અલી શાહની ચિંતામાં વધારો કરી દીધો છે અને તેમણે પ્રાંત વાસીઓને વધુ સાવધાની રાખવા માટે કહ્યું છે. ત્યાં જ પાકિસ્તાનમાં પાછલા 24 કલાકની અંદર જ 254 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે અને મરનાર લોકોની સંખ્યા વધીને 86 થઈ ગઈ છે. અહીં લોકડાઉન બાદ પણ આંકડાઓ વધતા જઈ રહ્યા છે.

Corona: સિંધના સીએમ શાહે જાહેર કર્યો વીડિયો મેસેજ

સિંધના સીએમ શાહે એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે તેમાં કહ્યું છે કે શુક્રવારે સવારે 8 વાગ્યાથી શનિવારે સવારે 8 વાગ્યામાં 531 નવા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 104 પોઝિટીવ આવ્યા છે. સીએમ શાહે જણાવ્યું કે, આ ચિંતાની વાત છે અને તેનુ સમાધાન ફક્ત સોશિયલ ડિસ્ટેન્સિંગ અને લોકડાઉન જ પાલન કરવાનું છે. શાહે જણાવ્યું કે આ ટેસ્ટ કરવામાં આવેલા કેસના 20 ટકા છે આ વિશ્વમાં પોઝિટીવ કેસના હાઈએસ્ટ એવરેજ છે. અમારા પ્રાંતમાં હવે પોઝિટીવ કેસોની સંખ્યા 1,318 થઈ ગઈ છે. શાહે પ્રાંત વાસીઓને ચેતવ્યા છે કે લોકડાઉન સમાપ્ત થયા બાદ પણ લોકોને કાર્યસ્થળ, ઘરો અને અહીં સુધી કે સાર્વજનિક પરિવહનોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવું પડશે.  

Corona: 86 મોતથી હલી ગયુ પાક, સિંધ બન્યુ સેન્ટર

પાકિસ્તાનમાં અત્યાર સુધી 5,038 લોકોમાં કોરોનાનું સંક્રમણ મળ્યું છે અને 86 મોતની પુષ્ટિ થઈ ચુકી છે. 24 કલાકમાં 254 મામલા સામે આવ્યા છે જેના કારણે ઈમરાન સરકારની ઉંઘ ઉડી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અત્યાર સુધી સિંધમાં 1318, ખેબર પખ્તુનખ્વામાં 697, બલુચિસ્તાનમાં 228, ગિલગિત-બાલ્ટીસ્તાનમાં 216, ઈસ્લામાબાદમાં 119 અને પાક અધિકૃત કાશ્મીરમાં 35 કેસની પુષ્ટિ થઈ ચુકી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી દેશમાં 61,801 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 2,805 એક જ દિવસમાં કરવામાં આવ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!