GSTV
Home » News » પાકિસ્તાનનો દાવો,ભાજપનાં ધારાસભ્યએ અમારા ગીતની નકલ કરીને ભારતીય સુરક્ષા દળોને સમર્પિત કર્યુ

પાકિસ્તાનનો દાવો,ભાજપનાં ધારાસભ્યએ અમારા ગીતની નકલ કરીને ભારતીય સુરક્ષા દળોને સમર્પિત કર્યુ

પાકિસ્તાની સૈન્યએ રવિવારે દાવો કર્યો છે કે, ભારતનાં એક ધારાસભ્યએ તેમનાં ગીતની કોપી કરીને તેમાં થોડા-ઘણાં બદલાવ કરીને,આ ગીત ભારતીય સુરક્ષા દળોને સમર્પિત કર્યુ છે. પાકિસ્તાની સેનાએ ભાજપનાં આ વિધાયકને શીખામણ આપી છે કે,તેઓ સાચું બોલવામાં પણ પાકિસ્તાનની નકલ કરે.

ગત 12 એપ્રિલે તેલંગાણાની ગોશામહલ વિધાનસભા બેઠકનાં ભાજપી ધારાસભ્ય ઠાકુર રાજા સિંહ લોધે ટ્વિટ કર્યુ હતું કે, મારું નવું ગીત,જે રામનવમીનાં અવસરે બપોરે 11-45 વાગ્યે જાહેર કરવામાં આવ્યું.આ ગીત આપણા ભારતીય સૈન્યને સમર્પિત છે.

લોધે જ્યારે આ ગીત સોશ્યલ મીડિયા પર શેયર કર્યુ તો પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે આ ગીત પાકિસ્તાન દિવસ પર 23 માર્ચે તેમની મીડિયા સેલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક ગીતની નકલ છે. તેમજ આ ગીતને સાહિર અલી બગ્ગાએ લખ્યું છે.

પાકિસ્તાની સૈન્યનાં પ્રવક્તા મેજર જનરલ આસીફ અલી ગફૂરે ટ્વિટ કરીને જણાંવ્યું કે,આનંદ થયો કે તમે અમારી નકલ કરી, પરંતુ સાચું બોલવાની નકલ પણ કરો.

સ્થાનિક મીડિયાને મળેલી માહિતી પ્રમાણે,લોધે જીંદાબાદ પાકિસ્તાન ગીતની નકલ કરીને તેમાં થોડા ઘણાં બદલાવ કરીને તેમાં જીંદાબાદ હિંદુસ્તાન  કરી દિધું,પછી તે ગીતને ભારતીય સૈન્યને સમર્પિત કરી દેવામાં આવ્યું.

પાકિસ્તાની સેનાએ જણાંવ્યું કે,ગીત ‘દિલ કિ હિમ્મત વતન,અપના જસ્બ’ ગીતને કોપી કર્યુ છે.તેમજ ગીતમાં પાકિસ્તાન જિદાબાદની જગ્યાએ હિંદુસ્તાન જીંદાબાદ કરી દેવામાં આવ્યું છે.

આ બાબતે ભાજપી ધારાસભ્યએ જણાંવ્યું કે,અમને ખબર નથી કે અસલમાં આ ગીત પાકિસ્તાનનું છે.

તેમણે કહ્યું કે, આ ગીત મેં સાંભળ્યું નથી તો મને કેમ ખબર પડે કે તેમણે આ ગીતને કઇ રીતે કંપોઝ કર્યુ છે. બની શકે કે પાકિસ્તાને અમારા ગીતને કોપી કર્યુ હોય,કારણ કે અમે દર વર્ષે રામનવમીનાં અનેક મહિના અગાઉ ગીત તૈયાર કરીએ છે.

ધારાસભ્ય લોધે ટ્વિટ કરીને જણાંવ્યું કે, અમને જાણીને સારુ લાગ્યું કે, પાકિસ્તાની મીડિયા પણ મારા ગીત હિંદુસ્તાન જીંદાબાદને કવર કરી રહ્યુ છે. એ જાણીને મને નવાઇ લાગી કે આંતંકવાદી દેશમાં પણ ગાયક છે. બની શકે કે પાકિસ્તાની ગાયકોએ મારા ગીતને કોપી કર્યુ હોય. કારણ કે અમે પાકિસ્તાન જેવા આતંકવાદી દેશ પાસેથી કાંઇ પણ કોપી કરવાની જરૂર નથી.

ધારાસભ્યનાં ટ્વિટનાં જવાબમાં પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે જવાબ આપ્યો છે.

તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, પાકિસ્તાની મીડિયાએ તથાકથિત ગીતને કવર કર્યુ નથી .બાકી દુનિયામાં આને કાંઇ બીજુ કહિ શકાય..મારા પાછલા ટ્વિટનાં બીજા વાક્ય સાચુ બોલવાની પણ કોપી કરો,હજુ પણ મહત્વ રાખે છે.

READ ALSO

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

નોતાઓનાં બફાટની વણથંભી વણઝાર: યુપીનાં આ નેતા પીએમ મોદી વિશે બોલ્યા કે….

Riyaz Parmar