GSTV
Gujarat Government Advertisement

ચીનની સામે ભારતે લીધું મોટું રણનીતિક પગલું, ભૂતાનમાં બનાવશે સેટેલાઈટ ટ્રેકિંગ એન્ડ ડેટા રિસેપ્શન સેન્ટર

Last Updated on January 2, 2019 by

ચીનની વ્યૂહરચનાનો સામનો કરવા માટે ભારત એક મોટું રણનીતિક પગલું ભરી રહ્યું છે. પડોશી દેશ ભૂતાનમાં ભારત એક સેટેલાઈટ ટ્રેકિંગ એન્ડ ડેટા રિસેપ્શન સેન્ટર બનાવવાનું છે. આ સેટેલાઈટ ટ્રેકિંગ સેન્ટર કોઈ સામાન્ય કેન્દ્ર નહીં હોય. પરંતુ તે ચીન દ્વારા સ્થાપિત આવા જ એક સેટેલાઈટ ટ્રેકિંગ સેન્ટરને ભારતનો વ્યૂહાત્મક જવાબ છે. આ મામલાની જાણકારી ધરાવતા અધિકારીને ટાંકીને અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે ઈસરો ભૂતાનમાં ગ્રાઉન્ડ સ્ટેશન સ્ટ્રેટિજિક અસેટ તરીકે દેશની શક્તિને બેગણી વધારશે. સૌથી ખાસ વાત તેનું ભારત અને ચીન વચ્ચેનું લોકેશન છે.

મહત્વપૂર્ણ છે કે ચીને ભારતની સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખાથી 125 કિલોમીટરના અંતરે તિબેટના નગારીમાં એક અત્યાધુનિક સેટેલાઈટ ટ્રેકિંગ સેન્ટર અને ખગોળીય વેધશાળાને સ્થાપિત કરી છે. અધિકારીઓનું કહેવું છે કે તિબેટમાં ચીન દ્વારા ઉભી કરવામાં આવેલી સેટેલાઈટ ટ્રેકિંગ સેન્ટર અને ખગોળીય વેધશાળાની સુવિધા એટલી અત્યાધુનિક છે કે તેના દ્વારા ભારતીય સેટેલાઈટોને ટ્રેક કરવાની સાથે જ તેમને બ્લાઈન્ડ પણ કરી શકાય છે.

હવે ઈસરોનું ભૂતાન ખાતેનું ગ્રાઉન્ડ સ્ટેશન હિમાલયના પર્વતીય વિસ્તારમાં આવેલા દેશને દક્ષિણ એશિયન સેટેલાઈટનો ફાયદો પહોંચાડવા માટે સ્થાપિત કરવામાં આવશે અને તિબેટમાં ચીનના સ્ટેશનના મુકાબલે સંતુલન સાધવા માટે ભારતનો જવાબ પણ છે. ડોકલામ ગતિરોધ બાદ ભારતની આવી રણનીતિક પહેલ મહત્વપૂર્ણ છે. ડોકલામ વિસ્તારમાં ભારત, ભૂતાન અને ચીનના ટ્રાઈજંક્શન પર પીએલએ દ્વારા સડક નિર્માણની કોશિશ કરવામાં આવી હતી.

ભારતીય સૈનિકઓએ આનો વિરોધ કર્યો અને 72 દિવસ સુધી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની સામે તેનાત રહ્યા હતા. તે વખતે ભૂટાને પણ દ્રઢતાપૂર્વક ભારતનો સાથ આપ્યો હતો. તાજેતરમાં વડાપ્રધાન સ્તરની વાટાઘાટો દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે ભૂતાનમાં ઈસરો ગ્રાઉન્ડ સ્ટેશનનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરશે.

ભૂતાનના નવા વડાપ્રધાનની સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું હતું કે સ્પેસ સાઈન્સ ભૂતાન સાથેના સહયોગનું નવું પાસું છે. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાની સાથે જ ભૂતાનને હવામાનની જાણકારી, ટેલિમેડિસિન અને આફત-રાહત સાથે સંકળાયેલી તમામ જાણકારીઓ મળવા લાગશે.  ઈસરોએ પાંચમી મે-2017ના રોજ સાઉથ એશિયાઈ સેટેલાઈટને લોન્ચ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે ભારતે ભૂતાનના વિકાસ માટે તેની બારમી પંચ વર્ષીય યોજનામાં મદદરૂપ થવા માટે 4500 કરોડ રૂપિયા આપવાનો વાયદો કર્યો છે.

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!