‘વિશ્વ કપમાં ભારતીય ટીમથી હારવાનું કલંક ધોઈ શકે છે પાકિસ્તાન’

વિશ્વ કપમાં અત્યાર સુધી છ વખત ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થયો છે અને દરેક વખતે ભારતીય ટીમ જીતી છે. હવે બંને ટીમો 16 જૂને ક્રિકેટના આ મહાકુંભમાં આમને-સામને આવશે. 30મેથી પ્રારંભ થતા આ વિશ્વ કપને લઇને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોઈન ખાને મોટું નિવેદન આપ્યું છે.’

પોતાના જમાનાના ઉમદા વિકેટકીપર રહેલા મોઈન ખાનનુ માનવુ છે કે વર્તમાન પાકિસ્તાની ટીમ વિશ્વકપમાં હંમેશા માટે ભારતથી હારવાનુ કલંક ધોઈને પોતાની પ્રતિસ્પર્ધી ટીમ પર પ્રથમ વખત જીત નોંધાવી શકે છે.

મોઈને જીટીવી ચેનલ પર કહ્યું, ‘વર્તમાન ટીમ વિશ્વકપમાં ભારત પર પ્રથમ વખત જીત મેળવી શકે છે. કારણકે આ ખૂબ પ્રતિભાશાળી ટીમ છે. જેમાં દૂરદર્શિતા અને વિવિધતા છે અને સરફરાજ અહમદનો ખેલાડીઓ સાથેનો તાલમેલ સારો છે.’

વિશ્વકપ 1992 અને 1999 ટીમના સભ્ય રહેલા મોઈને કહ્યું કે તેમને આ વખતે પાકિસ્તાની ટીમના વિજયનો વિશ્વાસ છે. તેમણે કહ્યું, ‘અમારી ટીમે બે વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમને હરાવી હતી અને ઈંગ્લેન્ડમાં જૂનમાં સ્થિતિ અમારી અનુકૂળ થશે, કારણકે અમારી પાસે તેનાથી સારા બોલર છે.’ ઈંગ્લેન્ડમાં યોજાનારા આ વિશ્વકપમાં મોઈને ભારત અને ઈંગ્લેન્ડને જીતના પ્રબળ દાવેદાર જણાવ્યાં. તેમણે કહ્યું, આ રસપ્રદ વિશ્વકપ હશે અને મને લાગે છે કે પાકિસ્તાની ટીમ ભારતીય ટીમને હરાવી નાખશે. અમે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ રમીને વિશ્વકપમાં જઈ રહ્યાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter