GSTV

નેપાળના રસ્તે પાકિસ્તાન: કાશ્મીર સાથે ગુજરાતના આ શહેરને પણ પોતાનું ગણાવ્યું, નવો નકશો જાહેર કર્યો

પાકિસ્તાન પણ નેપાળના માર્ગ ઉપર ચાલી નીકળ્યું છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે વિવાદિત નકશાને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાને નકશામાં કાશ્મીરને પોતાનું ગણાવ્યું છે. પહેલાં પાકિસ્તાન ફક્ત પીઓકેને તેનો હિસ્સો કહેતો, પરંતુ હવે નવા નકશામાં કાશ્મીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને નવા નકશા સાથે લદ્દાખ, સિયાચીન અને ગુજરાતના જૂનાગઢ પર દાવો કર્યો છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તેને પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. ઇમરાન ખાનના મંત્રીમંડળમાં વિવાદિત નકશાને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ ઇમરાન ખાને એક નવો રાજકીય નકશો બહાર પાડ્યો. નકશામાં કાશ્મીરને પાકિસ્તાનનો એક ભાગ ગણાવ્યો છે.

પાકિસ્તાન પહેલાં પણ નેપાળે આવું જ કૃત્ય કર્યું છે. તેમણે વિવાદિત નકશાને પણ મંજૂરી આપી, જેમાં ભારતના કલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરાનો સમાવેશ થાય છે. નેપાલે 20 મેના રોજ વિવાદિત નકશો બહાર પાડ્યો, જેને ત્યાંની સંસદ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. હવે તે સંયુક્ત રાષ્ટ્ર સંગઠન (યુએનઓ) અને ગૂગલ સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને આ વિવાદિત નકશા મોકલવાની તૈયારી કરી રહ્યો છે.

ઈમરાન ખાન

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવાના એક વર્ષ પૂરા થયાના એક દિવસ પહેલાં જ પાકિસ્તાને આ વિવાદિત નકશો જાહેર કર્યો છે. જણાવી દઈએ કે ગયા વર્ષે 5 ઓગસ્ટે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ભારતના આ પગલાં બાદ પાકિસ્તાન સામે રોષ પણ જોવા મળ્યો હતો. તેણે વિશ્વની સામે આજીજી પણ કરી હતી અને હવે તેના દેશના લોકોને ખુશ કરવા માટે, તેણે એક નવો નકશો બહાર પાડ્યો છે. દરમિયાન, વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું કે નવા નકશાને શાળાઓના અભ્યાસક્રમમાં સમાવવામાં આવશે.

READ ALSO

Related posts

ભાજપ અને કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

pratik shah

મોદી, આનંદીબેન અને રૂપાણી ત્રણેયને છે ચાઈનીઝ પ્રેમ, જાસૂસી કરતી ચાઈનીઝ કંપનીઓ સાથે ગુજરાતમાં MOU

pratik shah

આ જ બાકી હતું! તાનાશાહ કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, સ્કૂલના બાળકોએ દરરોજ દોઢ કલાક કરવું પડશે આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!