પાકિસ્તાનથી એક ભયાનક રોડ એક્સિડેન્ટના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આજેરવિવારે વહેલી સવારે દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના લાસબેલા જિલ્લાના બેલા વિસ્તારમાં એક ઝડપી પેસેન્જર બસ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે.

બીબીસીના જણાવ્યા અનુસાર બસ ગતિમાં હતી અને ડ્રાઈવરના નિયંત્રણ બહાર ગઈ ત્યારે આ અકસ્માત થયો હતો. ખીણમાં પડ્યા બાદ બસમાં આગ લાગી હતી. ડેઈલી પાકિસ્તાન અનુસાર 18 સ્થાનિક લોકોના મોતની પુષ્ટિ કરતા બેલા આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું કે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાથી કરાચી જઈ રહેલી બસ ખાઈમાં પડી ગઈ હતી. આ પછી તેમાં આગ લાગી હતી.
READ ALSO
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી