GSTV
Home » News » પાકિસ્તાનની નવી ચાલ, જમ્મુ કાશ્મીરમાં આતંકી મોકલવા માટે એલઓસી પર બનાવ્યા 30 લોન્ચપેડ

પાકિસ્તાનની નવી ચાલ, જમ્મુ કાશ્મીરમાં આતંકી મોકલવા માટે એલઓસી પર બનાવ્યા 30 લોન્ચપેડ

વૈશ્વિક મંચ પર ભારત સામે પોતાનો દાવો મજબૂત રીતે ન મુક્યા બાદ પાકિસ્તાને ફરીથી આતંકનો ઉપયોગ શરૂ કર્યો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓને મળેલી તાજેતરની માહિતી સૂચવે છે કે પાકિસ્તાને એલઓસી (લાઇન ઓફ કંટ્રોલ) પર કરેનસ ગુરેજ અને ગુલમર્ગમાં આતંકવાદીઓને મોકલવા માટે 30 લોન્ચપેડ બનાવ્યા છે.

મળતી માહિતી મુજબ પાકિસ્તાન અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ  લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓને આ લોન્ચપેડ પરથી મોકલી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી પણ આતંકીઓને એલઓસી તરફ લાવવામાં આવી રહ્યાં છે. એક અનુમાન મુજબ 230 થી 280 આતંકીઓને એલઓસી તરફ લાવવામાં આવી રહ્યાં છે.

ગયા અઠવાડિયે બે પાકિસ્તાની આતંકવાદીઓ ડંગેરપુરામાં ફળ વેપારી હમીદુલ્લા રાથેરના મકાનમાં ઘુસી ગયા હતા અને તેના પરિવાર પર ગોળીબાર કર્યો હતો. હમીદુલ્લાહની અઢી વર્ષની પુત્રી ઉસામા અને પુત્ર મોહમ્મદ ઇરશાદ ઘાયલ થયા છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ ઠાર કરેલા આતંકીની આસિફ મકબુલ ભટના નામ પર લશ્કર-એ-તૈયબાના આતંકીની ઓળખ થઈ હતી.

READ ALSO

Related posts

હેલિકોપ્ટર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વીડિયો ઉતારી શેર કર્યો

Mayur

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રિવર રાફ્ટિંગ સાઈટની મુલાકાત લીધી તેની આ છે વિશેષતા

Mayur

કેવડિયાની જંગલ સફારી : જ્યાં સિંહ, વાઘ, દીપડા અને કાંગારૂ પણ જોવા મળશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!