GSTV
Home » News » PAKની નાપાક હરકત: આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા 2000 વખત કર્યો ગોળીબાર

PAKની નાપાક હરકત: આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા 2000 વખત કર્યો ગોળીબાર

પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં સતત સરહદ પર સતત ગોળીબાર કરીને ભારતીય નાગરીકોને નિશાન બનાવી રહ્યું છે. ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવાના ઇરાદાથી પાકિસ્તાન સતત ભારતીય ચોકીઓને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાને ચાલુ વર્ષે કોઇ પણ ઉશ્કેરણી વગર બે હજારથી વધુ  વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો. જેમાં 21 ભારતીયોના મોત નિપજ્યા.

ચાલુ વર્ષે પાકિસ્તાને સરહદે છમકલા ચાલુ રાખ્યા છે. કોઇ એવું સપ્તાહ નહીં ગયું હોય કે જ્યારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર સરહદે ફાયરિંગ અને મોર્ટારમારો ન કર્યો હોય. ચાલુ વર્ષે પાકિસ્તાન તરફથી 2,050 વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો. આ હુમલામાં 21 ભારતીય નાગરીકોના મોત નિપજ્યા. બંને દેશોની વચ્ચે 2003માં યુદ્ધવિરામની સમજૂતી કરવામાં આવી હતી.

પાકિસ્તાની સેના દ્વારા સરહદ પારથી જમ્મુ-કશ્મીરમાં ઘૂસણખોરીને ટેકો આપવામાં આવી રહ્યો છે. ફાયરિંગની આડમાં પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ કરાવવા મથી રહ્યું છે. પરંતુ ભારતીય સેના પાક.ના બદઇરાદા નિષ્ફળ બનાવી રહી છે.

ભારત સરકારે જમ્મુ અને કશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમને નિરસ્ત કરીને રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કરી દીધા બાદથી પાકિસ્તાન સતત યુદ્ધવિરામનો ભંગ કરતું રહ્યું છે. જેના કારણે સરહદે તણાવ પણ પ્રવર્તી રહ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાની સેનાની આ કરતૂતની જાણ પાકિસ્તાનને કરી દીધી છે.

READ ALSO

Related posts

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah

કાલાવાડ મામલતદારે પાકવીમા આવેદનપત્રનો અસ્વીકાર કરતાં, કોંગી ધારાસભ્યો કાર્યકર્તાઓ ઉપવાસ પર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!