GSTV

પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના/ લાહૌરમાં એક ફેક્ટ્રીમાં બોયલર ફાટતા થયો મોટો વિસ્ફોટ, કેટલાય લોકો માર્યા ગયા હોવાની આશંકા

Last Updated on October 21, 2021 by Pravin Makwana

પાકિસ્તાનના લાહૌર શહેરમાં એક મોટી દુર્ઘટના થઈ ગઈ છે. અહીં બોયલર ફાટવાથી વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટના લાહૌરના મુલ્તાન રોડની એક ફેક્ટ્રીમાં થયો છે. ઘટનામાં કેટલાય લોકો માર્યા ગયા હોવાની ખબર આવી રહી છે. તેના અમુક વીડિયો અને ફોટાઓ સો. મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ભીષણ વિસ્ફોટ જોઈ શકાય છે. ધમાકા સમયે રોડ પર વાહન પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક મોટો ધડાકો થતાં લોકો ભાગવા લાગ્યા હતા.

પાકિસ્તાનમાં આ પ્રકારની ઘટના એ કંઈ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ ગત વર્ષે 22 ડિસેમ્બરના રોજ કરાંચિમાં બોયલર ફાટ્યું હતું. અહીં બરફની ફેક્ટ્રીમાં બોયલર ફાટતા 8 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે 15 લોકો ઘાયલ પણ થયાં હતા. સ્થાનિક રિપોર્ટ અનુસાર વિસ્ફોટ એટલો બધો ઘાતક હતો કે, ફેક્ટ્રીની ઈમારત આખી ઘરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો તેના કાળમાળમાં દટાઈ ગયા હતા. જેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

શાબાશ ગુજરાત! રાજ્ય બન્યું દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરીંગ હબ, મહારાષ્ટ્રને પછાડીને નંબર વન નો તાજ મેળવ્યો

pratik shah

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!