GSTV

જમ્મુ કાશ્મીરમાં હિંસા ફેલાવવાનું પાકિસ્તાનનું મોટુ ષડયંત્ર : ગુપ્તચર ખાતાએ મોદી સરકારને આપી ચેતવણી, પાકિસ્તાને લીધી છે આગેવાની

જમ્મુ કશ્મીર મુદ્દે પોતાની કારી નહીં ફાવતાં પાકિસ્તાની લશ્કરના વડા જનરલ કમર જાવેદ બાજવાએ પાકિસ્તાનમાં સક્રિય એવી આતંકવાદી સંસ્થાઓ સાથે હાથ મિલાવીને જમ્મુ કશ્મીરમાં હિંસા ફેલાવવાનું ષડ્યંત્ર ઘડ્યું હોવાની બાતમી લશ્કરી ગુપ્તચર ખાતાને મળી હતી.

જમ્મુ કશ્મીરમાં લોહીની નદી વહેવડાવી દો

જનરલ બાજવાએ યોજેલી બેઠકમાં લશ્કર એ તૈયબ, જૈશ એ મુહમ્મદ, તાલિબાન અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી આકાઓ હાજર હતા. આ બેઠકમાં જનરલ બાજવાએ આતંકવાદી જૂથોને હાકલ કરી હતી કે જમ્મુ કશ્મીરમાં લોહીની નદી વહેવડાવી દો. આ બેઠકમાં જમ્મુ કશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું સંકલન કરતો જૈશ એ મુહમ્મદનો આતંકવાદી કમાન્ડર મુફ્તી મુહમ્મદ અસગર ખાન કશ્મીરી પણ હાજર હતો. એક રિપોર્ટ મુજબ જનરલ બાજવાએ પાકિસ્તાનમાં પ્રવૃત્ત તમામ આતંકવાદી જૂથોની એક સહિયારી બેઠક યોજી હતી જેથી તમામ જૂથો સંગઠિત થાય અને મોટો હુમલો કરી શકાય એમ ભારતીય લશ્કરના ગુપ્તચર ખાતાએ જણાવ્યું હતું.

પાકિસ્તાની લશ્કરના પેટમાં તેલ રેડાયું

2019ના ઑગષ્ટની 5મીએે મોદી સરકારે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરી અને ભારતીય સિક્યોરિટી દળોએ કડક પગલાં લઇને આતંકવાદીઓને ઠાર કરવા માંડ્યા એટલે પાકિસ્તાની લશ્કરના પેટમાં તેલ રેડાયું હતું. યુનો સહિત આખી દુનિયામાં જમ્મુ કશ્મીર મુદ્દેપ પાકિસ્તાને રડારોળ કરી હતી પરંતુ એનું કશું વળ્યું નહીં એટલે ફરી આતંકવાદી જૂથોનું શરણું સ્વીકાર્યું હતું. સીધી લડાઇમાં પાકિસ્તાન ભારતને કોઇ રીતે હંફાવી શકે એમ નથી એટલે સ્લીપીંગ સેલની મદદથી ભારતમાં આતંકવાદી હુમલાઓ કરાવતું રહ્યું છે.

બેઠકો 2019ના ડિસેંબરથી સતત યોજાતી રહી

ભારતીય લશ્કરના ગુપ્તચર ખાતાએ જણાવ્યા મુજબ આવી બેઠકો 2019ના ડિસેંબરથી સતત યોજાતી રહી હતી. એવી એક બેઠકમાં બહાલપુરમાં જમાત ઉદ્ દાવાના મહામંત્રી ગણાતા આમિર હમલાએ પણ હાજરી આપી હતી.

READ ALSO

Related posts

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana

સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલનારાઓની દાદાગીરી સરકારી કર્મચારીઓ સામે નથી ચાલતી

Nilesh Jethva

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!