GSTV
Home » News » પાક.ની રાજનીતિમાં અંદરોઅંદર ડખ્ખા: કલમ 370 દુર કરવા મામલે વિપક્ષોએ આપ્યું મોટું નિવેદન

પાક.ની રાજનીતિમાં અંદરોઅંદર ડખ્ખા: કલમ 370 દુર કરવા મામલે વિપક્ષોએ આપ્યું મોટું નિવેદન

જમ્મુ કાશ્મીરમાંથી ભારતે કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન આખી દુનિયામાં કાગારોળ કરી રહ્યુ છે.આમ છતા ચીનને બાદ કરતા અન્ય કોઈ દેશ પાકિસ્તાનને સમર્થન આપવા તૈયાર નથી.

china

આ સંજોગોમાં પાકિસ્તાનમાં ઈમરાનખાન સરકાર પર મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ નિશાન સાધતા કહ્યુ છે કે, ભારત સરકારની વિદેશ નીતિના કારણે પાકિસ્તાન આખા દુનિયામાં એકલુ પડી ગયુ છે.

પીપીપીએ તો એક વ્હાઈટ પેપર પ્રસિધ્ધ કર્યુ છે.જેમાં ઈમરાનખાન સરકારે પુરા કરેલા એક વર્ષ દરમિયાન પાકિસ્તાનને શું મળ્યુ તેની સમીક્ષા કરવામાં આવી છે.વ્હાઈટ પેપરમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રિય સ્તર પર નબળુ પડી ગયુ છે.

વ્હાઈટ પેપરમાં કહેવામાં આવ્યુ  છે કે, ઈમરાનખાન સરકારે જે વાયદા કર્યા હતા તેનાથી ઉલ્ટુ જ કામ કર્યુ છે. ઈમરાનખાને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી લોન લીધી છે. દેશમાં ગરીબી અને મોંઘવારી અભૂતપૂર્વ ઉંચાઈએ પહોંચી  છે.મીડિયા પર પ્રતિબંધો લગાડાયા છે. દેશની અર્થવ્યવસ્થા તબાહ થઈ ગઈ છે.

READ ALSO

Related posts

પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન, એક દિવસમાં કરશે ત્રણ માતાના દર્શન

Nilesh Jethva

અરામકો પ્લાન્ટ પર હુમલાથી 50% ઉત્પાદન ઘટ્યુ: ભારતમાં મંદીનો માર બેવડાશે, જાણો કેમ

Riyaz Parmar

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!