GSTV
Home » News » ખેલમાં ખેલદિલી: પાકિસ્તાનનો આ બેટસમેન બેટિંગ સુધારવા જુએ છે કોહલીના વિડિયો

ખેલમાં ખેલદિલી: પાકિસ્તાનનો આ બેટસમેન બેટિંગ સુધારવા જુએ છે કોહલીના વિડિયો

વર્લ્ડકપ-2019માં ટુંક સમયમાં ભારત-પાક. વચ્ચે મહામુકાબલો થશે. જો કે આ મેચમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા જણાઇ રહી છે. જો કે સૌથી મહત્વપુર્ણ વાત એ છે કે, માન્ચેસ્ટરમાં પાકિસ્તાન સામે ભારતના મહામુકાબલા પહેલા પાકિસ્તાનનામ બેટસમેન બાબર આઝમે મોટો ખુલાસો કર્યો છે.

બાબર આઝમે કહુ છે કે, બેટિંગમાં વિરાટ કોહલી મારો આદર્શ છે અને બેટિંગ મજબૂત કરવા માટે હું વિરાટ કોહલીના વિડિયો જોઈને પ્રેકિટ્સ કરૂ છું.

એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચેનાં આ મુકાબલા માટે ચાહકો ઉત્તેજના અનુભવી રહ્યા છે. તેમજ બન્ને દેશોના ચાહકોને જીતથી ઓછુ કશું ખપતુ નથી. ત્યારે બાબર આઝમે કહ્યું હતુ કે, મને કહેવામાં કોઈ સંકોચ નથી કે, કોહલી મારો આદર્શ બેટસમેન છે. તેની પાસેથી શીખવાનુ સારૂં લાગે છે.

આઝમ કહે છે કે, કોહલી એવો પ્લેયર છે જે હંમેશા પોતાની રમતમાં સુધાર લાવવાના પ્રયાસ કરે છે. હું પણ વિરાટની જેમ મેચ વિનર બનવા માંગુ છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારત સામે જીત બાદ ટીમનુ મનોબળ વધેલુ છે અને પાક ટીમ ભારત સામે સારો દેખાવ કરશે.

Related posts

ભાજપના અધ્યક્ષે કહ્યું,‘રાહુલ ગાંધી મેન્ટલી ડિસ્ટર્બ્ડ હોય તેવું લાગે છે’

Mayur

રાજકુમાર રાવ-નુસરત ભરુચાની ફિલ્મ ‘તુર્રમ ખાન’માં થયો મોટો બદલાવ, ટાઈટલ થયુ ચેન્જ

Mansi Patel

દિલ્હીમાં મોતની આગ : મૃતકોના પરિવારજનોને કેજરીવાલે 10-10 લાખની સહાયની જાહેરાત કરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!