GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

FATFની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને તાબડતોબ કરી આ કાર્યવાહી

આતંકવાદી ફંડિંગને રોકવામાં નિષ્ફળ રહેવા પર FATFની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને ગુરૂવારે આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબાના ચાર ટોચના આતંકીઓની ધરપકડ કરી છે. પાકિસ્તાની સરકારે દાવો કર્યો છે કે ટેરર ફંડિંગના મામલે લશ્કરે તોઇબા અને હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવાના સમગ્ર નેતૃત્વ પર કાર્યવાહી કરાશે.

જે ચાર લોકોની ધરપકડ કરાઇ છે તેમાં પ્રોફેસર જફર ઇકબાલ, યાહા અજીજ, મોહમ્મદ અશરફ અને અબ્દુલ સલામનો સમાવેશ થાય છે. આ તમામ લોકો હાફિઝ સઇદના પ્રતિબંધિત સંગઠન જેયુડી સાથે જોડાયેલા છે. મનાઇ રહ્યું છે કે પાકિસ્તાન પોતાને ફાયનાન્સિલ એકશન ટાસ્ક ફોર્સની આકરી કાર્યવાહીથી બચાવવા માટે આ પગલા ભરી રહ્યું છે. એફટીએફની બેઠક 12થી 15 ઓક્ટોબર દરમિયાન પેરિસમાં યોજાવાની છે.

લાહોરની કોટ લખપત જેલમાં પહેલાથી જ બંધ છે હાફિઝ સઈદ

કાઉંટર ટેરોરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી) ના પ્રવક્તાએ જણાવ્યું છે કે, પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવા અને લશ્કરે-એ- તોયબાના ટોચના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકવાદીઓને સીટીડી પંજાબે નેશનલ એક્શન પ્લાન (એનએપી) હેઠળ ટેરર ફંડિંગના અરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સીટીડીએ જણાવ્યું હતું કે, લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સૈયદ પહેલાથી જ લાહોરની કોટ લખપત જેલમાં બંધ છે. 2008ના મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સૈયદને 17 જુલાઇના રોજ પકડવામાં આવ્યો હતો અને તેની સામે કેસ ચાલી રહ્યો છે.

READ ALSO

Related posts

ચંદ્રગ્રહણ ઉપર બની રહ્યો છે ગજ કેસરી યોગ, આ પાંચ રાશીના જાતકોના આવશે સારા દિવસો

Mansi Patel

સંસદીય સમિતિઓની બેઠકો માટે ગાઈડલાઈન થઈ જાહેર, આટલા પ્રતિબંધો સાથે મળી શકે છે બેઠક

Pravin Makwana

રાજ્યમાં Corona રોકેટગતિએ, છેલ્લાં 24 કલાકમાં 712 પોઝીટીવ દર્દીઓ સાથે 21લોકોનાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!