GSTV
Home » News » સિયાલકોટ જંગના મેદાનમાં તબ્દિલ, પાકિસ્તાનના પત્રકારે ટ્વીટ કરી આપી માહિતી

સિયાલકોટ જંગના મેદાનમાં તબ્દિલ, પાકિસ્તાનના પત્રકારે ટ્વીટ કરી આપી માહિતી

ભારતીય વાયુસેનાની તરફથી POKમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના હુમલા બાદ પાકિસ્તાની સેનાએ ધમકી આપી છે કે, આ હુમલાનો જવાબ જલ્દી જ આપવામાં આવશે. આ વચ્ચે ટ્વીટર પર સીઆલકોટ ટ્રોપ ટ્રેન્ડમાં આવી ગયું છે. આ વિસ્તાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પડે છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર પાકિસ્તાની સેનાએ સિયાલકોટ બોર્ડર પર ટેન્ક તૈનાત કરી દીધા છે. જો કે આ ખબરની અત્યાર સુધી પુષ્ટિ કરવામાં નથી આવી.

પાકિસ્તાનના પત્રકાર અને સામાન્ય લોકો પણ આ વિશેની ટ્વીટ કરીને સિયાલકોટ હેશટેગ સાથે ટ્વીટ કરી રહ્યા છે. જેમાં તે લોકો દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાની સેનાએ સિયાલકોટ સીમા પર હલચલ તેજ કરી દીધી છે. લોકો બતાવી રહ્યા છે કે, પાકિસ્તાન જે રીતે બોર્ડર પર પોતાના ટેન્ક તૈનાત કરી રહ્યું છે, તેનાથી પરિસ્થિતિ ઘાતક હોવાની સાબિતી મળે છે. પાકિસ્તાનના પત્રકાર વજાહત કાઝમી જેમણે ટ્વીટ કરી કહ્યું હતું કે, પાકિસ્તાન અને ભારતની વચ્ચે નિયંત્રણ રેખા પર સ્થિત સિયાલકોટ સેક્ટરમાં જંગના મેદાનમાં બદલી ચૂક્યું છે. અહીં બંને તરફથી ભારે ગોલાબારી થઈ રહી છે.

ટ્વીટર પર પાકિસ્તાની નાગરિકોની તરફથી સિયાલકોટ સેક્ટરમાં ફાયટર જેટના અવાજો સાંભળવા મળી રહ્યા છે. તેવી વાતો પણ સાંભળવામાં આવી છે. જો કે આ તમામ ખબરોની વચ્ચે કોઈ પણ પ્રકારની અધિકારીક પુષ્ટિ કરવામાં નથી આવી. ન તો પાકિસ્તાનની સેના અને ન તો ભારતની તરફથી તેની જાણકારી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવમામાં થયેલા સીઆરપીએફના કાફિલા પર આત્મઘાતી હુમલા બાદ બન્ને દેશોની સ્થિતિ વણસી છે. જે પછી ગઈ કાલે ભારતે જૈશના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. જેના કારણે પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો હતો. મંગળવારે રાત્રે લગભગ ત્રણ વાગ્યે ભારતના 12 મીરાજ-2000 લડાકુ વિમાનો બાલાકોટ પર ત્રાટક્યા હતા. જેમણે આતંકીઓના ઠેકાણાઓ પર હુમલો કરી ધ્વંસ કરી દીધા હતા.

READ ALSO

Related posts

શું તમે જાણો છો કે તમને ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયાનો ફ્રી ઈંશ્યોરન્સ

Mansi Patel

શહેરામાં વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતા રોષ, હિન્દુ સંગઠોનેએ આપ્યો ત્રણ દિવસનો સમય

Nilesh Jethva

ડબલ કરવા માંગો છો તમારા PFના પૈસા તો અપનાવો આ રીત, જરૂર મળશે ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!