GSTV

બાલાકોટ પર એર સ્ટ્રાઈકના 32 દિવસ પછી પત્રકારોને ઘટના સ્થળ પર લઈ ગઈ પાક. આર્મી

બાલાકોટમાં એર સ્ટ્રાઈકના 32 દિવસ પછી પત્રકારોના એક ગ્રુપને પાક આર્મી ઘટના સ્થળ પર લઈ ગઈ હતી. પરંતુ હકીકત જાણવા ગયેલા પત્રકારોને નિરાશા સાંપડી હતી કારણ કે બાલાકોટના અમુક વિસ્તારો હજુ પણ પાક અર્ધસૈનિક દળ હેઠળ છે. જયાં કોઈને પણ પ્રવેશવા પર પ્રતિબંધ છે. સૂત્રોના જણાવ્યા મુજબ બાલાકોટના મદરેસામાં હજુ પણ 300 બાળકો હાજર છે.

સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ પત્રકારોના એક ગ્રુપને 28 માર્ચે હેલિકોપ્ટરથી બાલાકોટ લઈ જવામાં આવ્યા હતા. ત્યાંનો અમુક વિસ્તાર હજી પણ ફ્રન્ટીયર ફોર્સ પાસે છે.
ગુપ્તચર રીપોર્ટ અનુસાર 28 માર્ચે પત્રકારો સવારના 10થી બપોરના 3.30 વાગ્યા સુધી ઘટનાસ્થળ પર હાજર હતા. ત્યાં ગયેલા પત્રકારોએ તે 300 બાળકો સાથે વાત પણ કરી તેમ પણ સૂત્રોનું કહેવું છે.

READ MORE:

બાલાકોટમાં એર સ્ટ્રાઈક અંગે પાકિસ્તાન સતત નનૈયો ભણે છે કે આ હુમલામાં કોઈ નુકસાન નથી થયું. પુલવામામાં હુમલાના 12 દિવસ પછી 26 ફેબ્રુઆરીએ રાતના 3.30 વાગ્યે વાયુસેનાના લડાકુ વિમાન મિરાજે અંદાજીત 1000 કીલો બોમ્બ પાડ્યા હતા. જેમાં આંતકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના ઠેકાણાઓનો નાશ થયો હતો. અંદાજીત 300 આંતકીઓનો સફાયો થયો.

Related posts

કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારીનું મોત, 3 દિવસમાં તોડ્યો દમ

Ankita Trada

ઈટલીમાં કોરોનાવાયરસથી હાહાકાર: મોતનો આંકડો 10 હજારને પાર

pratik shah

લૉકડાઉન: ગામડે જવા માટે ચાલતા ચાલતા નિકળ્યો, 200 કિમી પુરૂ કર્યા બાદ મોતને ભેટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!