GSTV
Home » News » પાકિસ્તાનની આર્મીને ઠંડીથી બચવા અપાશે નવો યુનિફોર્મ, જુઓ પોશાકની ખાસિયત

પાકિસ્તાનની આર્મીને ઠંડીથી બચવા અપાશે નવો યુનિફોર્મ, જુઓ પોશાકની ખાસિયત

પાકિસ્તાની સેના પોતાના સૈનિકોને આકરી ઠંડી બચવા માટે આપતી પોષાકની કીટ હવે આતંકીઓને ઉપલબ્ધ કરાવી રહી છે. કે જેથી આતંકીઓ ઠંડીથી રક્ષણ મેળવીને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી શકે.

હાઇ એલ્ટીટ્યૂડ ડ્રેસ. એક એવો પોષાક કે જેમાં ઉંચાઇવાળા ઠંડા પ્રદેશોમાં લોકો પોતાના શરીરને રક્ષણ આપી શકે છે. ત્યારે પાકિસ્તાની સેના આતંકીઓને પણ આવા પોષાકની કીટ ઉપલબ્ધ કરાવી રહી છે. જેમાં બે-ચાર નહીં પરંતુ 20 જેટલા જરૂરિયાતના સામાન રાખી શકાય છે. આ પોશાકમાં શું હશે હશે તેના પર નજર કરીએ તો.

  • તેનું એક જેકેટ 25 થર્મલ જેકેટ બરાબર હશે, જેથી સિયાચીનની ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થઇ શકે.
  • આ પોશાકમાં 9 એમએમની 10 દોરડા અને 11 એમએમના 10 દોરડા હશે. આ દોરડા બરફ પર લપસતા નથી.
  • તેમાં 15 હાઇ એલ્ટીટ્યૂડ ગોગલ્સ હશે જે બરફ પર સૂરજના કિરણોના પ્રભાવથી આંખોને થતાં નુકસાનથી બચાવે છે.
  • પોશાકમાં 15 સીટ હાર્નેસ હશે.
  • તેમાં 25 એવી ગાદી હશે કે બરફ ઉપર વધુ ઠંડીનો અહેસાસ થવા નહીં દે.
  • આ સાથે તેમાં 15 પ્લાઇ પણ હશે. જે બરફ ઉપર પાથરણનું કામ કરશે.
  • આ ઉપરાંત તેમાં 20 ડાયરિંક અને પાંચ જેડ-પુલી હશે.
  • કીટમાં 25 હાઇ એલ્ટીટ્યૂડ શૂઝ હશે. જેને પહેરીને સરળતાથી બરફ પર ચાલી શકાય છે.

ઉપરાંત તેમાં 20 હાઉન સૂટ હશે. જે હાઉન પક્ષીના પાંખોમાંથી બનેલા હોય છે. તે હળવી રઝાઇ અને ધાબળા જેવું હોય છે.. પરંતુ તે ઘણા ઉષ્માસભર હોય છે.

કીટમાં લેધરના 25 હાથ મોઝા હશે. 20 હાઇ એલ્ટીટ્યૂડ ગલવ્સ પણ હશે. જેથી હાથમાં ગેંગરીન થવાનો ખતરો ન ઉદભવે. તેમાં 20 રૈપ કેપ હશે જે માથા અને કાનને ગરમ રાખશે. 10 એંકલેટ હશે જે એડિઓને ગરમ રાખશે. પાંચ હિમ સ્ખલન બીકન હશે.

પોશાકની સાથે 15 હાઇ એલ્ટીટ્યૂડ પીવાના પાણીની બોટલ હશે. જે પીવાના પાણીને ઠંડીમાં જામ નહીં થવા દે. 20 ફોલ્ડેડ સીડીઓ હશે.  તેમજ 10 વાયર કટર હશે. જે સરહદ પર ઘૂસણખોરી દરમિયાન ફેન્સિંગ કાપવામાં ઉપયોગ લેવાઇ.

 

Related posts

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah

ચંદ્રયાન-2 બાદ હવે આ છે ISROનો આગળનો મોટો પ્લાન, શરૂ થઈ ગઈ છે તૈયારીઓ

Mansi Patel

કોંગ્રેસ-JDSનો પ્લાન B તૈયાર, ભાજપના મિશનને આવી રીતે આપશે માત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!