GSTV
Home » News » આગામી સપ્તાહે રશિયા અને પાકિસ્તાનના સૈનિકો યુદ્ધાભ્યાસ કરશે

આગામી સપ્તાહે રશિયા અને પાકિસ્તાનના સૈનિકો યુદ્ધાભ્યાસ કરશે

પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતની પવર્તીય શ્રૃંખલામાં આગામી સપ્તાહે રશિયા અને પાકિસ્તાનના સૈનિકો યુદ્ધાભ્યાસ કરવાના છે. રશિયાની સરકારી એજન્સી તાસના અહેવાલ મુજબ. રશિયન સૈન્ય અધિકારી વાદિમ અસ્તાફયેવને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પર્વતીય વિસ્તારોમાં 21 ઓક્ટોબરથી ચોથી નવેમ્બર દરમિયાન રશિયા અને પાકિસ્તાનની સેનાઓ ફ્રેન્ડશિપ-2018 સંયુક્ત યુદ્ધાભ્યાસ કરશે.

ઠંડાયુદ્ધ દરમિયાન વૈમનસ્ય બાદ રશિયા અને પાકિસ્તાનના સંરક્ષણ સંબંધોમાં નવી ગતિ આવતી દેખાઈ રહી છે અને હાલ અમેરિકા સાથેના સંબંધોમાં આવેલી ઓટને કારણે પાકિસ્તાન રશિયા તથા ચીનની નજીક જઈ રહ્યું છે. રશિયા અને પાકિસ્તાનના સુરક્ષાદળોના યુનિટ્સ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના પબ્બી શહેરમાં આંતકવાદ વિરોધી કેન્દ્રની પ્રશિક્ષણ રેન્જમાં સંયુક્ત અભ્યાસ કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને રશિયાના સૈનિકો સમુદ્રતળથી 1400 મીટરી ઊંચાઈ પર કેટલીક નિશ્ચિત કવાયત પૂર્ણ કરશે. અસ્તાફયેવનું કહેવું છે કે આ યુદ્ધાભ્યાસ 2016થી થઈ રહ્યો છે.

 

Related posts

અદભૂત-ઐતિહાસિક-અવિસ્મરણીય, ચંદ્રની ધરતી પર ભારતનું ‘વિરાટ’ પગલું

Mayur

Whatsapp પર પ્રાઇવેટ ચેટ કરતાં હોય તો આ ફીચર છે તમારા કામનું, કોઇ નહીં વાંચી શકે તમારા પ્રાઇવેટ મેસેજ

Dharika Jansari

ભૂલથી પણ દાનમાં ન આપતા વસ્તુઓ, લક્ષ્મીજી રિસાશે અને બિઝનેસમાં આવશે નુકસાન

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!