GSTV
Home » News » પાકિસ્તાનનું બેવડુ વલણ, પહેલા બીએસએફ પાસે પાકે ફાયરિંગ બંધ કરવા માટે ભીખ માંગી, બાદમાં રાત્રે કર્યો દગો

પાકિસ્તાનનું બેવડુ વલણ, પહેલા બીએસએફ પાસે પાકે ફાયરિંગ બંધ કરવા માટે ભીખ માંગી, બાદમાં રાત્રે કર્યો દગો

જમ્મુ કાશ્મીર સરહદ પર પાકિસ્તાનનું બેવડુ વલણ સામે આવ્યું છે. એક તરફ પાકિસ્તાન ફાયરિંગ બંધ કરવા માટે ભીખ માંગી રહ્યું છે તો બીજી તરફ મોડી રાત્રે પાકિસ્તાન ભારતીય સીમાને નિશાન બનાવી ફાયરિંગ કરી રહ્યું છે.

પાકિસ્તાને મોડી રાત્રે અરણિયા સેક્ટરમાં બેફામ ફાયરિંગ કર્યું. ફાયરિંગના કારણે  અરણિયા સેક્ટર અને તેની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં આવેલી સ્કૂલોને બંધ રાખવાના આદેશ આપવામાં  આવ્યા છે.

બીએસએફ અને પોલીસે સરહદી વિસ્તારના ગામડાના લોકોને ઘરની બહાર ન નિકળવાના આદેશ આપ્યા છે. મહત્વનું છે કે, રવિવારે પાકિસ્તાન બીએસએફની કાર્યવાહીથી ફફડી ગયુ હતું. ત્રણ દિવસથી ફાયરિંગ કરી રહેલા પાકિસ્તાનને બીએસએફે જડબાતોડ જવાબ આપી અનેક બંકર તબાહ કર્યા હતા.

બીએસએફની કાર્યવાહીથી પાકિસ્તાને ફાયરિંગ બંધ કરવા માટે ભારતને આજીજી કરી હતી. જોકે, મોડી રાત્રે પાકિસ્તાને ફરીવાર સીઝ ફાયરિંગ કરી અવળચંડાઈ શરૂ કરી છે.

Related posts

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar

નિર્દયી ‘મા’ એ નવજાત બાળકીને ગટરમાં ફેંકી, શ્વાનના ટોળાએ બચાવ્યો જીવ

Kaushik Bavishi

ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વરસી આફત: વીજળી પડવાથી 35 લોકોનાં મોત, અનેક ઇજાગ્રસ્ત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!