GSTV

પાકિસ્તાની સેના સાથે યુદ્ધાભ્યાસ કરશે ‘ભારતનું મિત્ર’ રશિયા, રાવલપિંડી પહોંચી રશિયન સેના

Last Updated on November 6, 2020 by pratik shah

ભારત સાથે અતૂટ દોસ્તીનો દાવો કરનાર રશિયાની સેના પાકિસ્તાની સેના સાથે યુદ્ધાભ્યાસ કરવા જઈ રહ્યું છે. આ યુદ્ધાભ્યાસમાં ભાગ લેવા માટે રશિયન સેનાએ પાકિસ્તાન સેનાના હેડક્વાર્ટર રાવલપિંડી પહોંચી છે. રશિયન સેના પાકિસ્તાનમાં લગભગ 2 અઠવાડિયા સુધી રહેશે અને પોતાની યુદ્ધ ક્ષમતા પારખશે. પાકિસ્તાન અને રશિયાનો આ યુદ્ધાભ્યાસ એવા સમયે થઇ રહ્યો છે જયારે લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.

રશિયા

રશિયન સેના પાકિસ્તાન પહોંચી

પાકિસ્તાની સેના દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રશિયન સ્પેશ્યલ ફોર્સના જવાન પાકિસ્તાન પહોંચી ગયા છે. આ સૈનિકો પાકિસ્તાન અને રશિયન સેનાએ વચ્ચે થનાર સંયુક્ત યુદ્ધાભ્યાસ ‘DRUZHBA -IV’માં ભાગ લેશે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે યુદ્ધાભ્યાસનો હેતુ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીમાં અનુભવો શેર કરવાનો છે. આ ઉપરાંત હવાથી જમીન પર કૂદવાનું અને બંધક સંકટના સમાધાન તરીકે યુદ્ધાભ્યાસ કરશે.

પાકિસ્તાનને હથિયાર નહિ આપે રશિયા

પાકિસ્તાની સેનાએ કહ્યું કે બંને દેશો વચ્ચે આ વાર્ષિક યુદ્ધાભ્યાસ વર્ષ 2016થી થતો આવે છે. આ પહેલા આ વર્ષે રશિયાના પ્રવાસે ગયેલ રક્ષા મંત્રી રાજનાથ સિંહને મોસ્કોમાં વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે તે પાકિસ્તાનને કોઈ હથિયાર નહિ આપે. રશિયાએ પાકિસ્તાનને 6 હેલીકૉપટર આપ્યા હતા જેનો ભારતે સખત વિરોધ કર્યો હતો. ત્યારબાદ, રશિયાએ આ હેલીકૉપટર્સની સપ્લાય અટકાવી દીધી હતી.

બંને દેશો વચ્ચે નિયમિત ચાલી રહ્યો છે યુદ્ધાભ્યાસ

રશિયા ભારતને સૌથી વધુ હથિયારો આપતો દેશ છે. જેમાં પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરીન પણ સામેલ છે. રશિયાએ એ પણ કહ્યું છે કે ભારતને સુરક્ષા હિતોમાં મદદ કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના રક્ષામંત્રી જનરલ સર્ગેઈ શોઇગુ વચ્ચે બેઠકમાં મોસ્કોએ આ આશ્વાસન આપ્યું હતું. જણાવી દઈએ કે ભારતને ઘેરવા માટે પાકિસ્તાન ઘણા સમયથી રશિયા પાસેથી હથિયાર ખરીદવા માંગે છે પરંતુ તેને સફળતા નહોતી મળી. જોકે, બંને દેશોની સેનાઓ વચ્ચે યુદ્ધાભ્યાસ નિયમિત રીતે ચાલતો રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દિલ્હીને પ્રદૂષિત હવાથી રાહત નહીં, દિવાળી પછી હવાની ગુણવત્તાનો સૂચકાંક સતત 400થી ઉપર

Vishvesh Dave

Breaking News / ઓમિક્રોનની એન્ટ્રી? દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરેલ વ્યક્તિ કોરોના સંક્રમિત, તંત્રની વધી ચિંતા

Zainul Ansari

પૂર્વ ક્રિકેટર અને ભાજપના નેતા ગૌતમ ગંભીરને ફરી જાનથી મારી નાખવાની મળી ધમકી, કાશ્મીરથી આવી ગંભીર ચેતવણી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!