GSTV

સઉદી અરબની માંફી માંગવા જશે પાકિસ્તાન આર્મી ચીફ બાજવા, કુરૈશીના નિવેદનથી સંબંધોમાં ચિંતા વધી

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીના નિવેદનથી ક્રોધીત થયેલા સઉદી અરબને મનાવવા માટે હવે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા રિયાદ પ્રવાસ કરનારા છે. બાજવાના પ્રવાસની હજુ સુધી કોઈ અધિકારીક જાહેરાત થઈ નથી. બંને દેશો એટલા ચિંતિત થઈ ગયા છે કે સાઉદી સરકારે પાકિસ્તાન સાથે 6.2 બિલિયન ડોલરનો સોદો રદ કર્યો છે અને તેલ અને ગેસ આપવાનું પણ બંધ કરી દીધું છે.

સઉદી રાજપૂતને મળ્યા પાક આર્મી ચીફ

પાકિસ્તાની આર્મી ચીફે સોમવારે ઈસ્લામાબાદમાં સઉદી અરબના રાજદુત એડમિરલ નવાફ બિન સઈદ અલ મલિકી સાથે મુલાકાત કરી હતી. જે બાદ પાકિસ્તાની સેનાએ આ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, મુલાકાત દરમયાન પારસ્પરિક હિત, ક્ષેત્રીય સુરક્ષા, દ્વિપક્ષીય રક્ષા સંબંધો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકને લઈને તે નથી જણાવવામાં આવ્યું કે શુ કુરેશીના નિવેદનને લઈને બાજવા અને સઉદી રાજદુત વચ્ચે કોઈ વાત થઈ કે નહીં.

પાકિસ્તાનમાં પણ કુરૈશીનો વિરોધ

પાકિસ્તાનમાં પણ કુરૈશીના નિવેદનની સાર્વજનિક નિંદા કરવામાં આવી રહી છે. નોબત ત્યાં સુધી આવી ગઈ છે કે, કુરૈશીને મિડીયાથી ભાગવુ પડી રહ્યું છે. તો પાકિસ્તાની વિદેશ મંત્રાલયે પણ કુરૈશીના નિવેદન ઉપર સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેનું નિવેદન દેશના લોકોની ઓઆઈસીથી કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઉઠાવવાની ઈચ્છા અને આકાંક્ષા દર્શાવે છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા આઈશા ફારૂકીએ કહ્યું કે, દેશના લોકો ઓઆઈસીથી ઘણી આશા છે. તે ઈચ્છે છે કે, ઓઆઈસી કાશ્મીરના મુદ્દાના દુનિયામાં ઉઠાવે. તેણે વધુમાં જણાવ્યું કે, આ સંબંધમાં અમારો પ્રયાસ આગળ પણ ચાલુ જ રહેશે.

Related posts

HIVથી બચી ઇતિહાસ સર્જનારને આ રોગ ભરખી ગયો, 54 વર્ષે જ થઈ ગયું મોત

pratik shah

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!