GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

ઈમરાનખાન નથી લેવા માગતો કોઇ રિસ્ક : સેના પ્રમુખને આપી સૌથી મોટી ખુશખબરી

ભારત સાથે તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે વધાર્યો છે. પાકિસ્તાન પીએમ ઓફિસે જાણકારી આપી કે દેશમાં અમન અને શાંતિને લઈ ઈમરાન ખાને બાજવાનો કાર્યકાળ વધાર્યો છે. પાકિસ્તાન મીડિયા તરફથી આ જાણકારી આપવામાં આવી છે. પાકિસ્તાન મીડિયાનું માનવું છે કે ઈમરાન ખાન બાજવાના કામથી ખુશ છે. ઈમરાન ખાનની અમેરિકા યાત્રા દરમિયાન જનરલ બાજવાની હાજરી મહત્વપૂર્ણ હતી. કેમકે તેઓ અમેરિકી સેનાના એક મહત્વપૂર્ણ અધિકારી સાથે મુલાકાત કરી હતી.

કમર જાવેદ બાજવાએ વર્ષ 2016ની 29 ડિસેમ્બરે સેવાનિવૃત્ત થયેલા જનરલ રાહિલ શરીફનું સ્થાન લીધું હતું. બાજવાનાં નામ પર પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે મંજૂરીની મહોર લગાવી હતી. કાશ્મીર મુદ્દાનાં નિષ્ણાંત ગણવામાં આવતા બાજવા પાસે ભારત સાથે જોડાયેલી નિયંત્રણ રેખાનો ખાસ્સો અનુભવ છે.

બાજવાની નિયુક્તિ બાદ પાકિસ્તાની મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે કે, ફરી નિયુક્તિમાં સૌથી મોટી ભૂમિકા જોઇ કોઇ વસ્તુની હોય તો તે નિયંત્રણ રેખા પર બાજવાનાં અનુભવ પર છે.

બાજવા પાકિસ્તાની સૈન્ય મુખ્યાલય જીએચક્યૂમાં જે પદ પર હતાં. તે જ પદ પર પહેલા જનરલ રાહિલ શરીફ હતાં. અહિં રહીને તેમણે સેનાની સૌથી મોટી વિંગ 10 કોર્પ્સનો કંટ્રોલમાં કરી હતી. જેનાં પર એલઓસીની જવાબદારી રહેલી હોય છે.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!