GSTV
Home » News » વર્લ્ડ T-20 સિરીઝ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત

વર્લ્ડ T-20 સિરીઝ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત

વર્લ્ડ ઇલેવન ટ્વેન્ટી-20 સિરીઝ માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ ઇલેવન અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં ત્રણ ટ્વેન્ટી-20 મેચ રમાશે. પાકિસ્તાનની ટીમમાં સોહેલ ખાનને સ્થાન મળ્યું છે. જ્યારે મોહમ્મદ હફીસ, કામરાન અકમલ અને વહાબ રિયાઝને ટીમમાં સામેલ કરવામાં નથી આવ્યા.

શ્રીલંકાની ટીમ પર માર્ચ 2009માં આતંકવાદી હુમલા બાદ કોઇપણ મોટી ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. આ હુમલા બાદ ઝિમ્બાબ્વેની ટીમ મે 2015માં પાકિસ્તાનના લાહોરનો પ્રવાસ કર્યો હતો. પરંતુ, આ મેચને આઇસીસીએ સમર્થન આપ્યું ન હતું. આઇસીસીએ આ માટે માટે અમ્પાયર અને મેચ રેફરી પણ મોકલ્યા ન હતા.

વર્લ્ડ ઇલેવન અને પાકિસ્તાન વચ્ચે 12, 13 અને 16 સપ્ટેમ્બરે લાહોરમાં ત્રણ ટ્વેન્ટી-20 મેચ રમાશે. વર્લ્ડ ઇલેવનની કમાન દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી ફાફ ડૂપ્લેસીને સોંપાયું છે. 11 સપ્ટેમ્બરે લાહોર પહોંચતા પહેલા ટીમ દુબઇમાં બે દિવસીય શિબિરમાં ભાગ લેશે. ઝિમ્માબ્વેના પૂર્વ કપ્તાન અને ઇંગ્લેન્ડના પૂર્વ કોચ એન્ડી ફલવાર વર્લ્ડ ઇલેવનના કોચ હશે.

પાકિસ્તાનની ટીમ આ પ્રમાણે છે: સરફરાઝ અહેમદ(કપ્તાન), ફખર જમાન, અહેમદ શહેજાદ, બાબર આઝમ, શોએબ મલિક, ઉમર અમીન, ઇમાદ વસીમ, શદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, હસન અલી, અમીર યમીન, મોહમ્મદ આમિર, રુમન રઇસ, ઉસ્માન ખાન, સોહેલ ખાન.

વર્લ્ડ ઇલેવનની ટીમ આ પ્રમાણે છે: ફાફ ડૂ પ્લેસિસ(કપ્તાન), હાશિમ અમલા, જયોર્જ બેઇલી, પૉલ કૉલિંગવૂડ, બેન કટિંગ, ગ્રાન્ટ ઇલિયટ, તમીમ ઇકબાલ, ડેવિડ મિલર, ટિમ પેન, તિસારા પરેરા, ડેરેન સેમી, સેમ્યુઅલ્સ બદ્રી, મોર્ને મોર્કલ અને ઇમરાન તાહિર.

Related posts

માત્ર 43 બોલમાં ખડકી દીધાં 101 રન, ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો આ ખેલાડી

Bansari

પાક ક્રિકેટર હસન અલી અને ભારતની શામિયાના નિકાહ, ફોટોઝ જોઇને તમે પણ કહેશો ‘વાહ! શું જોડી છે’

Bansari

ઋષભ પંત પછી હાર્દિક પંડ્યા બન્યો બેબીસિટર, સોશિયલ મીડિયા પર video ઝડપથી થઈ રહ્યો છે viral

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!