GSTV
Home » News » પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે તિરાડ વધી, પાકે અમેરિકી ડ્રોન્સને પાડી દેવા આપ્યો આદેશ

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે તિરાડ વધી, પાકે અમેરિકી ડ્રોન્સને પાડી દેવા આપ્યો આદેશ

પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે તિરાડ વધી રહી છે. હવે પાકિસ્તાન એરફોર્સના ચીફ સોહેલ અમાને પાકિસ્તાની એરસ્પેસનું ઉલ્લંઘન કરનારા અમેરિકી ડ્રોન્સને પાડી દેવા આદેશ આપ્યો છે.

સોહેલ અમાને તેમની સેનાને આ આદેશ આપ્યો છે. બે સપ્તાહ પહેલા અમેરિકી ડ્રોને અફઘાન સીમા સાથે સંકળાયેલા પાકિસ્તાનના ટ્રાઈબલ વિસ્તારમાં એક આતંકી કેમ્પને નિશાન બનાવ્યું હતું. આ ડ્રોન હુમલામાં ત્રણ આતંકી માર્યા ગયા હતા.

પાકિસ્તાને હંમેશા પોતાની ધરતી પર ડ્રોન હુમલાનો વિરોધ કર્યો છે. ઈસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં પાકિસ્તાની એર ચીફ માર્શલ સોહેલ અમાને કહ્યું હતું કે તેઓ કોઈને પણ તેમના એરસ્પેસનું ઉલ્લંઘન નહીં કરવા દે.

ડ્રોન અમેરિકાનું હોય કે અન્ય કોઈનું તેને ઉડાવી દેવા આદેશ આપ્યા છે. દરેક અમેરિકી ડ્રોન હુમલા બાદ પાકિસ્તાના વિદેશ મંત્રાલય નિંદા કરતું નિવેદન જાહેર કરે છે કે તેઓ તેમની જમીન પર આ પ્રકારના હુમલાની પરવાનગી નહીં આપે.

ડ્રોન હુમલામાં આતંકી સંગઠનો તો શિકાર બને છે તો સાથે અનેક નાગરિકો ઝપેટમાં આવે છે.

 

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!