GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ભારતના આ વિમાને દેખાડ્યો દમ, એફ- 16 પાકમાં 3 કિલોમીટર ઘૂસ્યું છતાં પાયલટે ઘરમાં ઘૂસી કર્યો વાર

sukhoi 30

બે દિવસથી ભારતીય વાયુસેના ફુલ એક્શનમાં છે.પાકિસ્તાનને પહેલા વાયુસેનાના મિરાજ-2000 વિમાનોએ ચમત્કાર બતાવ્યો હતો અને હવે ભારતીય વાયુસેનાના ફ્રન્ટ લાઈન ફાઈટર પ્લેન સુખોઈ-30 MKIને આ મોકો આજે મળ્યો હતો.

સુખોઈના પાયલોટે એફ 16નો પીછો પકડ્યો હતો

ભારતની સીમામાં ઘુસવાની હિંમત કરનાર એફ-16 વિમાનને સુખોઈ જેટે જ તોડી પાડ્યુ હોવાના અહેવાલ મળ્યા છે.મળતી વિગતો પ્રમાણે સુખોઈના પાયલોટે એફ 16નો પીછો પકડ્યો હતો. એફ-16ના પાયલોટે ભારતીય જેટથી બચવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા પણ સુખોઈના પાયલોટે એફ-16 પર પાકિસ્તાની સીમામાં ઘુસીને એટેક કર્યો હતો. પ્લેન હીટ થતા જ પાકિસ્તાની પાયલોટ પેરાશૂટ વડે કુદી ગયો હતો. ભારતીય સીમામાં ઘુસેલા પાકિસ્તાનના F16 વિમાનને ભારતે તોડી પાડ્યું છે. આ વિમાન નૌશેરાથી ત્રણ કિલોમીટર દૂર પાકિસ્તાન તરફ લામ ઘાટીમાં પડ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુસેનાના સુખોઇ 30MKi વિમાને F16નો પીછો કરીને તેને તોડી પાડ્યું છે. પાકિસ્તાની જેટનો પાયલટ વિમાન ક્રેશ થયા બાદ પેરાશૂટથી કૂદતો નજરે આવ્યો. પાકિસ્તાની વિમાને ઘુસણખોરી કરી તે સમયનો વીડિયો સામે આવ્યો છે.

જણાવી દઇએ કે પાકિસ્તાનના બાલાકોટમાં કાર્યવાહી બાદ પાકિસ્તાનના F16 વિમાને ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી. ભારતમાં ઘુસણખોરી કરતાં એક F16 વિમાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં F16 વિમાન ભારતીય સીમામાં ઉડાન ભરતાં નજરે આવી રહ્યાં છે.

પાકિસ્તાનના બાલાકોટમાં એરફોર્સના હુમલા બાદ ભારતીય સેના હાઇ એલર્ટ પર છે. બુધવારે રાતે જમ્મુ-કાશ્મીર સીમા પર પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતે જવાબી ફાયરિંગમાં પાકની 5 ચોકીઓ તોડી પાડી છે. આ વચ્ચે પંજાબ પાસેની પશ્વિમી સીમા પર હલચલ તેજ છે. સિયાલકોટમાં પાકિસ્તાન સેનાના ટેન્કોના મૂવમેન્ટની ખબરો છે.

પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સીમા પાર કરીને આવેલા પાકિસ્તાનનું લડાકુ વિમાન F16ને તોડી પાડ્યું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સીમામાં 3 કિલોમીટર અંદર જઇને પાકિસ્તાન પર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાનનું આ વિમાન ભારતીય વાયુસીમામાં ઘુસી આવ્યું હતું. જેના પગલે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આ ફાઇટર પ્લેનને તોડી પાડ્યું છે. પાકિસ્તાની વિમાને કરેલી ઘૂસણખોરી અને તેને ભારતનું વિમાન ભગાડી રહ્યુ હોવાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!