ટી-20 વર્લ્ડકપ પહેલા જ પાકિસ્તાને શરમજનક હરકત કરીને વર્લ્ડ કપની જર્સી માટેના લોગો પરથી ભારતનુ નામ હટાવી દીધુ છે. આ મામલાને લઈને આગામી દિવસોમાં ભારે વિવાદ થાય તેવી શક્યતા છે. આ વર્લ્ડકપની યજમાની ભારત કરી રહ્યુ છે. કોરોનાના કારણે વર્લ્ડકપનુ આયોજન યુએઈમાં થવાનુ છે. આમ છતા પાકિસ્તાને જર્સીના લોગો પર ભારતની જગ્યાએ યુએઈનુ નામ દર્શાવ્યુ છે.
🇵🇰 Unofficial Unveiling of Pakistan's #T20WorldCup2021 kit ft. National Skipper Babar Azam 💚#RateIt@T20WorldCup @TheRealPCB @babarazam258 pic.twitter.com/khMjiYCdGf
— Imran Emi🇵🇰 (@Imran_emi1) October 7, 2021
આ પ્રકારની જર્સી સાથે આજે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના ફોટોશૂટની તસવીર સોશિયલ મીડિયા પર મુકવામાં આવી હતી. આઈસીસીના નિયમો પ્રમાણે દરેક ટીમે પોતાની જર્સી પર જમણી તરફ ટુર્નામેન્ટનો લોગો અને યજમાન દેશનુ નામ લખવુ અનિવાર્ય છે. જે પ્રમાણે જર્સી પર ભારતનુ નામ લખાવુ જોઈતુ હતુ. તેની જગ્યાએ પાકિસ્તાને યુએઈનુ નામ લખ્યુ છે.
Orange is the new black 🇳🇱
— Gray-Nicolls (@graynics) October 5, 2021
Get your @KNCBcricket T20 World Cup Replica Kit now!https://t.co/3qehyETBqd pic.twitter.com/9FbkiijMVo
જોકે પાકિસ્તાને સત્તાવાર રીતે હજી જર્સી પ્રદર્શિત નથી કરી પણ જો તે આ જ જર્સી પ્રદર્શિત કરશે તો તેના પર આઈસીસી દ્વારા કાર્યવાહી થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં 24 ઓક્ટોબરે મુકાબલો થવાનો છે.
Read Also
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી