GSTV
Home » News » આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

આ મહિલાએ દુનિયાને જણાવ્યું પાકિસ્તાનમાં મહિલાઓ પર થતા અત્યાચારો વિશે, રાતોરાત ભાગવું પડ્યું PAK માંથી

ગુલાલાઈ ઈસ્માઈલ, આ નામ આજકાલ બહુ ચર્ચામાં છે. જેના વિશે જાત-જાતની વાતો થઈ રહી છે. ગુલાલાઈ ઈસ્માઈલ પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર્તા છે, ઈસ્માઈલ આજકાલ અમેરિકામાં છે. તે પાકિસ્તાનથી ભાગીને અમેરિકા પહોંચી છે. ઈસ્માઇલે અમેરિકા પાસે રાજનીતિક શરણ માંગ્યું છે. અમેરિકાએ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

ઈસ્માઈલ પર લાગ્યો દેશદ્રોહનો આરોપ
ઈસ્માઈલે પાકિસ્તાની સુરક્ષા બળો દ્વારા યૌન શોષણની ઘટનાઓ બહાર પાડવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે દેશની મહિલાઓ પર થતા અત્યાચારો વિરૂદ્ધ વિરોધ-પ્રદર્ષનો કર્યાં હતાં. પાકિસ્તાને ઈસ્માઈલ પર દેશદ્રોહનો આરોપ મૂક્યો છે.

મહિલા કાર્યકર્તાઓના એક સમૂહે ઈસ્માઈલ માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને એક પત્ર લખ્યો હતો. જેમાં ઈસ્માઈલને સુરક્ષા પૂરી પાડવાની વિનંતિ કરી હતી. તેમણે ઈસ્માઈલ પર લાગેલા દેશદ્રોહના આરોપો પણ ખોટા ગણાવ્યા છે.

ઈસ્માઈલ ગયા મહિને જ પાકિસ્તાનમાંથી ભાગવામાં સફળ રહી. ઈસ્માઈલ તેની બહેન સાથે અમેરિકાના બ્રુકલિનમાં રહે છે. ઈસ્માઈલે કહ્યું કે, “મેં કોઇજ એરપોર્ટની બહાર ઉડાન ભરી નથી. હું આનાથી વધારે કઈં કહી શકું તેમ નથી, કારણકે મારી પાકિસ્તાનમાંની નીકળવાની વાત ઘણા લોકોના જીવનને ખતરામાં નાખી શકે છે.”

પાક સેનાની બળજબરી વિરૂદ્ધ ઉઠાવ્યો અવાજ
ઈસ્માઈલે કહ્યું કે, તેને માત્ર એ કારણે નિશાન બનાવવામાં આવી છે, કારણકે તેને પાકિસ્તાની સેનાની બળજબરી વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. ન્યૂયૉર્કમાં ઈસ્માઈલે કેટલાક પ્રમુખ માનવાધિકાર રક્ષકો અને કોંગ્રેસ નેતાઓ સાથે મળવાનું શરૂ કરી દીધુંછ એ.

ગુલાલાઈના પાકિસ્તાનમાંથી ભાગી અમેરિકા જવાના સમાચાર એ જ સમયે આવ્યા, જ્યારે પાકિસ્તાન જમ્મૂ-કશ્મીરમાં થતા કથિત માનવાધિકારોના ઉલ્લંઘન બાબતે આંતરાષ્ટ્રિય સમુદાયનો સાથ મેળવવા ધમપછાડા કરી રહ્યું છે પરંતુ બધી જગ્યાઓથી વિલા મોંએ પાછા ફરવું પડે છે.

Related posts

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi

 VIDEO: ગુસ્સમાં બિગ બોસનાં સ્ટેજ પર સલમાન ખાન, કહી દીધું શો ને અલવિદા

pratik shah

Maharashtra Electionમાં સલમાન ખાને પણ નાખ્યો વોટ, આ અંદાજમાં પહોંચ્યો પોલિંગ સ્ટેશન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!