GSTV

અવળચંડાઈ/ 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ : 15 ઓગસ્ટ પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

Last Updated on August 2, 2021 by pratik shah

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ, આતંકી સંગઠનો સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું ષડંયત્ર રચી રહી છે. આ મામલે આતંકીઓને ભારતમાં ઘુસણખોરી કરાવવા માટે નવા 8 રૂટ શોધવામા આવ્યા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે પીઓકેમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયું છે. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં 15 ઓગસ્ટ પહેલા હુમલા કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. જેમાં ભારતીય સુરક્ષાદળોને ટાર્ગેટ બનાવાય તેવી શક્યતા છે.

એલઓસી પાસે પાકિસ્તાને 27 નવા ટેરર લૉન્ચ પેડ તૈયાર કર્યા

હુમલાના ઈનપુટ્સ મળ્યા બાદથી ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ

બીજી તરફ હુમલાના ઈનપુટ્સ મળ્યા બાદથી ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. સરહદી વિસ્તારોની સાથે સુરક્ષાદળો જમ્મુ-કાશ્મીરના આંતરિક વિસ્તારો પર પણ નજર રાખી રહ્યાં છે. હુમલા માટે આઈએસઆઈએ લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ બદર સાથે પીઓકેમાં બેઠક પણ કરી હતી.

ભારતમાં ઘૂસણખોરીના આ આઠ રસ્તાની કરાઈ ઓળખ

  • રૂટ 1: નાલી (POK) થી મહાદેવ ગેપ, મહાદેવ ગેપથી મજોત, માજોતથી ડુંડેસર ફોરેસ્ટ, ત્યાંથી કલાકોટ પછી જમ્મુ અને કાશ્મીર.
  • રૂટ 2: કોટકોટેરા (POK) થી બ્રાલ ગલી, ત્યાંથી બાગલા, પછી કલાકોટથી જમ્મુ અને કાશ્મીર
  • રૂટ 3: નિકલ (PoK) થી કોંગા ગલી, ત્યાંથી મનજોત જમ્મુ અને કાશ્મીરથી દડોટ.
  • રૂટ 4: કાશ્મીરના રાસ્તે બંતાલ ગામ (POK) વાયા કાશ્મીર.
  • રૂટ 5: ગોઈ (PoK) થી સોન ગલી, ત્યાંથી નાંદેરી, પછી ગુરસાઈન સૂરનકોટથી જમ્મુ અને કાશ્મીર.
  • રૂટ 6: બુડાહલથી જમ્મુ અને કાશ્મીર વાયા તારકુંડી (PoK)
  • રૂટ 7: ડાબસી (પીઓકે) ઝિકા ગલીથી હરણી જંગલથી સૂરનકોટ, ત્યાંથી જમ્મુ અને કાશ્મીર
  • રૂટ 8: મોહરા ગેપથી જમ્મુ અને કાશ્મીર સુધી કુઇરેતા ​​(PoK).

એક એહવાલ અનુસાર, એલઓસી પાસે પાકિસ્તાને 27 નવા ટેરર લૉન્ચ પેડ તૈયાર કર્યા છે. જેથી 15 ઓગસ્ટ અગાઉ ભારતમાં ઘુસણખોરી કરાવી શકાય. આ લોન્ચ પેડ પર 146 જેટલા આતંકીઓ હોવાના એહવાલ અગાઉ સામે આવ્યા હતા.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!