GSTV
Home » News » વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

વાહ રે પાકિસ્તાન! એકપણ યાત્રી વિના ઉડ્યા 82 વિમાન, પડ્યો કરોડોનો ફટકો

પાકિસ્તાનની આર્થિક સ્થિતી ઝડપથી ખરાબ થઇ રહી છે. પાકિસ્તાનની વણસતી સ્થિતી વચ્ચે હવે એક એવો ખુલાસો તયો છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. એક અહેવાલ અનુસાર પાકિસ્તાનની સરકારી વિમાન સેવા, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એર લાઇન્સ, ગત કેટલાંક સમયથી કોઇ યાત્રી વિના ઉડાન બરી રહી હતી. ખાસ વાત તો એ છે કે પીઆઇએના વિમાન એક કે બે નહી પરંતુ 82 વાર કોઇ યાત્રી વિના ઉડાન ભરી ચુક્યા છે. વિમાન કંપનીની આ હરકતથી સરકારને 18 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય વિમાન સેવાએ ઇસ્લામાબાદથી ઉડાન ભરી અને હવામાં જ પોતાના વિમાન ઉડાવ્યા બાદ તેને પરત ઇસ્લામાબાદમાં જ લેન્ડ કરી દીધી. પીઆઇએએ આવું 82 વાર કર્યુ. રિપોર્ટ અનુસાર વર્ષ 2016થી 2017 વચ્ચે પીઆઇએએ એવી 46 ઉડાનોનું સંચાલન કર્યુ જેમાં એક પણ યાત્રી સવાર ન હતા. રિપોર્ટ અનુસાર તેના કારણે પીઆઇએને 18 કરોડ રૂપિયાનું મોટુ નુકસાન થયુ છે. આ મામલે હવે પ્રશાસનને જાણકારી આપ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.



મહત્વનું છે કે પાકિસ્તાનનું દેવુ 6 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. મૂડીઝે 39 મહિનાના કરાર ઉપરાંત અન્ય દેશો માટે દેવુ અને તેના વ્યાજની ચુકવણીના કારણે ફોરેન એક્સચેન્જ રિઝર્વ અને ચાલુ ખાતાના નુકસાનમાં પણ ઘટાડો આવ્યો છે. વધતાં દેવાના કારણે દેશની આર્થિક સ્થિતિ વધુ નબળી બની રહી છે. દેવાના વહન કરવાની તેની ક્ષમતા પર પણ અસર થશે.

Read Also

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!